
આ સિઝનમાં ફક્ત એક જ સદી ફટકારવામાં આવી હતી જે ઇશાન કિશનના બેટથી આવી હતી. ઇશાને રાજસ્થાન રોયલ્સ સામે 45 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ પ્રિયાંશે તે રેકોર્ડ તોડ્યો અને આ સિઝનમાં સૌથી ઝડપી સદી ફટકારી.
Priyansh Arya Hit Record Century : પ્રિયાંશ આર્યએ IPL 2025 માં પોતાની પહેલી સદી ફટકારી છે. પંજાબ કિંગ્સના યુવા ઓપનર પ્રિયાંશએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 39 બોલમાં શાનદાર સદી ફટકારી છે. આઈપીએલમાં પોતાની પહેલી સીઝન રમી રહેલા 24 વર્ષીય પ્રિયાંશે 8 એપ્રિલ, મંગળવારના રોજ મુલ્લાનપુરના મેદાન પર વિસ્ફોટક બેટિંગ કરીને પોતાની સદી પૂર્ણ કરી. IPLમાં પોતાની ચોથી મેચ રમી રહેલા પ્રિયાંશે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઇનિંગની શરૂઆત કરી અને મેચના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. પછી ૧૩મી ઓવરમાં તેણે સતત ૩ છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ સિઝનની સૌથી ઝડપી સદી છે, જ્યારે તે સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન છે.
► પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો
ગુજરાત ટાઇટન્સ સામે IPL ડેબ્યૂમાં ઝડપી 47 રન બનાવનાર પ્રિયાંશ છેલ્લી મેચમાં નિરાશ થયો હતો. પહેલા જ બોલ પર જોફ્રા આર્ચરે તેને બોલ્ડ કર્યો. તે નિરાશાને દૂર કરીને, પ્રિયાંશે બીજી જ મેચમાં પહેલા બોલ પર સિક્સર ફટકારી. ખલીલના ઓવરની આવી ખરાબ શરૂઆત પછી, તેને બીજા જ બોલ પર રાહત મળી જ્યારે ખલીલે તેના જ બોલ પર તેનો કેચ છોડી દીધો. પરંતુ ઓવરના પાંચમા બોલ પર આ બેટ્સમેને ફરીથી સિક્સર ફટકારી.