• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 10 લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 10 લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ

09:58 PM April 16, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે.



ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2025 થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે.


► 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય 


રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હન્ડલ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયને લઈ ઉલ્લેખ કર્યો છે.


► કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો


સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. 235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે, તથા વધારાના વાર્ષિક રૂ. 946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વિષ્ણુ સહસ્ર પાઠ ગુજરાતીમાં , જાણો તેના ફાયદા, મહત્વ અને કેવી રીતે પાઠ કરવો ? | Vishnu Sahastra Namavali Gujarati

  • 15-03-2026
  • Gujju News Channel
  • માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us