
India Won ICC Champions Trophy 2025 : ભારતે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ન્યુઝીલેન્ડને 4 વિકેટે રગદોળ્યું
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી. ઉપરાંત રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતે 9 મહિનામાં બીજી ICC ટુર્નામેન્ટ જીતી છે.
ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 49 ઓવરમાં 252 રનના ટાર્ગેટ ચેઝ કર્યો. 9 મહિનામાં કેપ્ટન તરીકે રોહિત શર્માનું આ બીજું ICC ટાઇટલ છે. તેણે ગયા વર્ષે 29 જૂને T-20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. રોહિત શર્માએ કેપ્ટનશિપની ઇનિંગ રમી અને 76 રન બનાવ્યા. શ્રેયસ (48 રન), કેએલ રાહુલ (અણનમ 34 રન) અને અક્ષર પટેલ (29 રન) એ રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
કુલદીપ યાદવે બોલિંગમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી કારણ કે તેણે બે ઓવરમાં બે વિકેટ લીધી હતી અને રમત ભારતની તરફેણમાં લાવી હતી. તેણે રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસનને પેવેલિયન મોકલ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિચેલ (63 રન) સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, કાયલ જેમિસન અને વિલિયમ ઓ'રોર્ક.
Sports News - Indian Cricket Team Won Champions Trophy 2025 - India Win by 4 Wicket - Live Score Of Champions Trophy 2025 - India Won final Against New Zealand in dubai
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🇮🇳🏆 🏆 🏆
— BCCI (@BCCI) March 9, 2025
The Rohit Sharma-led #TeamIndia are ICC #ChampionsTrophy 2025 𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏 👏
Take A Bow! 🙌 🙌#INDvNZ | #Final | @ImRo45 pic.twitter.com/ey2llSOYdG