
રાજસ્થાનમાં IIFA Awards 2025નું ભવ્ય આયોજન, જાણો કોને કોને મળ્યા એવોર્ડ ? - IIFA 2025 Digital Awards Winners
IIFA Awards 2025 : પિન્ક સિટી જયપુરમાં IIFA એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડમાં ભાગ લેવા માટે ફિલ્મ જગતની ટોચની હસ્તીઓ ભાગ લીધો છે.
• IIFA Awards 2025ની હાઈલાઈટ્સ :
• આઈફા એવોર્ડ્સનું સ્ટેજ રાજસ્થાની કલા પર આધારિત છે.
• જયપુરમાં 180X100 ફૂટનો ભવ્ય સ્ટેજ તૈયાર કરાયો
• હાઇડ્રોલિક ટેક્નોલોજી સાથે સ્ટેજ પર સ્પેશિયલ ઇફેક્ટ્સ
IIFA 2025 Digital Awards Winners : રાજસ્થાનની રાજધાની જયપુરમાં 8 માર્ચથી શરૂ થયેલા IIFA એવોર્ડ્સ 2025ની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનને લઈને ફિલ્મ જગતની ટોચની હસ્તીઓ હાલ રાજસ્થાન પહોંચી ગઈ છે. અહીં ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈફા એવોર્ડ્સનું સમગ્ર સ્ટેજ રાજસ્થાની કલા અને સંસ્કૃતિની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે અને આ મંચ પરથી ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિભાશાળીઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. એવોર્ડ સમારોહમાં દિગદર્શક કરણ જોહર સાથે અન્ય સેલેબ્રિટીસ કરિના કપુર, અભિનેતા શાહિદ કપુર, માધુરી દિક્ષીત, ક્રિતી સેનન સહિતના કલાકારોએ પરફોર્મન્સ નિહાળ્યા હતા.
• બેસ્ટ નોન-સ્ક્રિપ્ટેડ સીરીઝ - ફેબ્યુલસ લાઈવ્સ વર્સિસ બોલીવુડ વાઇવ્સ
• બેસ્ટ દસ્તાવેજી સીરીઝ - યો યો હની સિંહ ફેમસ
• બેસ્ટ મૂળ સીરીઝ - કોટા ફેક્ટરી સીઝન 3
• સહાયક ભૂમિકા પુરુષ (સીરીઝ) - ફૈઝલ મલિક (પંચાયત ૩)
• સહાયક મહિલા ભૂમિકા (સીરીઝ) - સંજીદા શેખ (હીરામંડી: ધ ડાયમંડ બજાર)
• બેસ્ટ દિગ્દર્શક સીરીઝ - દીપક કુમાર મિશ્રા (પંચાયત ૩)
• બેસ્ટ મુખ્ય ભૂમિકા પુરુષ (સીરીઝ) - જીતેન્દ્ર કુમાર (પંચાયત ૩)
બેસ્ટ મુખ્ય ભૂમિકા સ્ત્રી (સીરીઝ) - શ્રેયા ચૌધરી (બૅન્ડિશ બૅન્ડિટ 2)
• બેસ્ટ સીરીઝ - પંચાયત ૩
• બેસ્ટ મૂળ ફિલ્મ - દો પટ્ટી
• સહાયક ભૂમિકા (ફિલ્મ) - દીપક ડોબરિયાલ
• સહાયક ભૂમિકા સ્ત્રી (ફિલ્મ) - અનુપ્રિયા ગોએન્કા (બર્લિન)
• બેસ્ટ દિગ્દર્શક (ફિલ્મ)- ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
• બેસ્ટ મુખ્ય ભૂમિકા પુરુષ (ફિલ્મ) - વિક્રાંત મેસી (સેક્ટર 36)
• બેસ્ટ મુખ્ય ભૂમિકા સ્ત્રી (ફિલ્મ)- કૃતિ સેનન (દો પટ્ટી)
• બેસ્ટ ફિલ્મ - અમર સિંહ ચમકીલા
જયપુરમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડના 25મા સંસ્કરણમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી ખાસ આઈફા સ્ટેજ છે, જેની ભવ્ય ડિઝાઈન તૈયાર કરવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો. આ વખતે IIFA એવોર્ડ્સમાં રાજસ્થાની કલા અને સંસ્કૃતિની થીમ પર ભવ્ય 180X100 ફૂટનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાની કલામાં સ્ટેજની પાછળના ભાગમાં કિલ્લો અને બારીઓ આઈફા 'સિલ્વર ઈઝ ધ ન્યૂ ગોલ્ડ' ની થીમ પર તૈયાર કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IIFA 2025 Digital Awards Winners : IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025 વિજતા