• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • India Vs. England 2nd ODI : ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું, રોહિતની 32મી તોફાની સદી-ભારતનો વનડે સીરિઝ પર કબજો

India Vs. England 2nd ODI : ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું, રોહિતની 32મી તોફાની સદી-ભારતનો વનડે સીરિઝ પર કબજો

11:27 PM February 09, 2025 Gujju News Channel Share on WhatsApp

IND Vs. England 2nd ODI At katak : કટકમાં રમાયેલી બીજી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતે 2-0થી વનડે સીરિઝ જીતીને વનડે સીરિઝ પર કબજો કર્યો છેે.



India Vs. England 2nd ODI : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરિઝ બાદ ભારતે હવે વનડે સીરિઝ પણ જીતી લીધી છે. ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને 2-0થી વનડે સીરિઝ જીતી લીધી છે, ભારત હવે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અંતિમ વનડે રમવા ઉતરશે અને જીતે તો શ્રેણીમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરશે. ઈંંગ્લેન્ડ તરફથી મળેલા 304 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો અને 308 રન કર્યાં હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માની તોફાની સદી ફટકારતાં મુકાબલો એક તરફી થઈ ગયો હતો અને સરળતાથી મેચ અને સીરિઝ બન્ને જીતી લીધી હતી.


► 76 બોલમાં રોહિતની તોફાની સદી


ટીમ ઈન્ડિયામાં હિટમેનથી જાણીતો રોહિત શર્મા 16 મહિના બાદ રંગમાં દેખાયો હતો અને 76 બોલમાં તોફાની સદી ફટકારી હતી અને ટીકાકારોના મોં બંધ કરી દીધા હતા. રોહિતની સદીમાં 7 સિક્સ અને 9 ફોર સામેલ છે. 16 મહિના બાદ રોહિતે સદી ફટકારી હતી. રોહિત 119 રન ફટકારીને આઉટ થયો હતો. આ પહેલાં 11 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રોહિતે સદી ફટકારી હતી.

India Vs. England 2nd ODI Match Result Live , india win by 4 wicket - Rohit Sharma Hit 32 Century in Katak Ground


►રોહિત બાદ ગિલ-અય્યરની જોરદાર ઈનિંગ્સ


રોહિત બાદ શુભમન ગિલ પણ સારુ રમ્યો હતો અને તેણે શાનદાર 60 રનનું યોગદાન આપ્યું હતું જોકે વિરાટ કોહલી ચાલ્યો નહોતો અને તે 5 રનમાં આઉટ થયો હતો ત્યાર બાદ શ્રેયસ અય્યરે પણ શાનદાર 44 અને અક્ષર પટેલે 41 રન કર્યાં હતા. ત્યાર બાદ કેએલ રાહુલે 10, હાર્દિક પંડ્યાએ 10 અને રવિન્દ્ર જાડેજાએ 11 રન કર્યાં હતા.


► 12મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટીમ ઈન્ડિયા ઉતરશે વ્હાઈટ વોશ કરવા


વનડે સીરિઝમાં 2-0થી આગળ રહ્યાં બાદ ભારતે હવે અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરવા ઉતરશે.


► શરૂઆતમાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 304 રન બનાવ્યાં હતા


India Vs. England 2nd ODI Match Result Live , india win by 4 wicket - Rohit Sharma Hit 32 Century in Katak Ground

ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ઈંગ્લેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 304 રન બનાવ્યાં હતા. ઓપનર ફિલ સોલ્ટ અને બેન ડકેટે 10 ઓવરમાં 81 રન કરી નાખ્યાં હતા. ડકેટે માત્ર 36 બોલમાં ફિફ્ટી લગાવી દીધી હતી, સોલ્ટ જામી જાત પરંતુ વરુણ ચક્રવર્તીએ તેને જાડેજાને હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને મોટી વિકેટ લીધી હતી. સોલ્ટે 29 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડકેટે 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. અહીંથી, જો રૂટ અને હેરી બ્રુકે મળીને ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. બ્રુક 31 રન બનાવીને હર્ષિત રાણાની બોલિંગમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. 168 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ, કેપ્ટન જોસ બટલર અને જો રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન રૂટે હાર્દિક પંડ્યાના બોલ પર એક સિંગલ લઈને 60 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. આ પછી રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. જાડેજાએ પહેલા જો રૂટને આઉટ કર્યો, જેનો કેચ વિરાટ કોહલીએ લીધો હતો. પછી જદ્દુએ તેને જેમી ઓવરટનના હાથે કેચ કરાવ્યો. રૂટે 72 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 69 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડે ગુસ એટકિન્સન, આદિલ રશીદ, લિયામ લિવિંગસ્ટોન અને માર્ક વુડની વિકેટ ગુમાવી દીધી.


► ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.


► ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન


બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India Vs. England 2nd ODI Match Result Live , india win by 4 wicket - Rohit Sharma Hit 32 Century in Katak Ground



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?

  • 04-07-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુલાઈ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-07-2025
    • Gujju News Channel
  • ગુજરાતને ધમરોળશે મેઘરાજા, છ દિવસ પડશે 10 ઈંચ વરસાદ, અંબાલાલની ડરામણી આગાહી
    • 03-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુલાઈ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-07-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"
    • 02-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જૂનમાં GSTની આવક 6100 કરોડ રૂપિયાને પાર
    • 01-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-07-2025
    • Gujju News Channel
  • શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ
    • 30-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us