
ભાજપે રાજધાની દિલ્હીમાં જબરજસ્ત જીત મેળવી 27 વર્ષ બાદ દિલ્હીમાં ફરીએકવાર સત્તા હસ્તગત કરી છે, વડાપ્રધાન મોદીએ જીત બાદ દિલ્હીની જનતાને શું કહ્યું તે જાણો
PM Narendra Modi On Delhi Election 2025 Win After 27 Year : રાજધાની દિલ્હીમાં જીત બાદ દિલ્હીની જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ દિલ્હીની જનતાને અભિનંદન પાઠવ્યા.. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનો અહંકાર તોડ્યો છે, અને સાબિત કર્યુ છે કે અહીં જુઠ્ઠાણાને કોઇ જગ્યા નથી.. તેમણે કહ્યું કે જનતાએ શોર્ટ કટવાળી રાજનીતિની શોર્ટસર્કિટ કરી દીધી..
તેમણે કહ્યું કે દિલ્હી એક લઘુભારત છે. દિલ્હીમાં દક્ષિણભારતના લોકો પણ છે અને પૂર્વ ભારતના લોકો પણ છે.. તેમણે કહ્યું કે દિલ્હી વિવિધતાઓથી ભરેલી છે. આજે આ વિવિધતાવાળી દિલ્હીએ ભાજપને પ્રચંડ જનાદેશનો આશિર્વાદ આપ્યો છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં હુ જ્યાં પણ ગયો ત્યાં ગર્વથી કહેતો હતો કે હું પૂર્વાંચલથી સાંસદ છું. પૂર્વાંચલ સાથે મારો પોતાનાપણાનો સંબંધ છે.. પૂર્વાંચલના લોકોએ આ સંબંધને નવી તાકાત આપી છે.. આથી હું પૂર્વાંચલના લોકોનો પૂર્વાંચલના સાંસદ તરીકે વિશેષ રૂપે આભાર માનું છું. તેમણે કહ્યું કે દરેક દિલ્હીવાસીને મારી ગેરંટી છે કે સબ કા સાથ સબ કા વિકાસ આખી દિલ્હીનો વિકાસ થશે.
વડાપ્રધાને કહ્યું કે આજે દેશ તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે. દિલ્હીમાં ધરણા પ્રદર્શનની રાજનીતિ અને ટકરાવે દિલ્હીના લોકોનું મોટુ નુકસાન પહોંચાડ્યું છે.. આજે દિલ્હીના વિકાસ આડેની મોટી રુકાવટ આપ સૌ દિલ્હીવાસીઓએ દુર કરી દીધી છે.. તેમણે કહ્યું કે દેશમાં એનડીએ ને જ્યાં પણ જનાદેશ મળ્યો છે ત્યાં તે રાજ્યને વિકાસની નવી ઉંચાઇ પર પહોંચાડ્યું છે. અને એટલે જ ભાજપને સતત જીત મળી રહી છે. લોકો અમારી સરકારને સતત બીજીવાર અને ત્રીજીવાર ચૂંટી રહ્યા છે..
દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે. જ્યારે દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. આ પહેલા છેલ્લે 1993માં ભાજપે 53 બેઠકો જીતી હતી, તે સમયે 5 વર્ષની સરકારમાં મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ એમ ત્રણ મુખ્યમંત્રી એક પછી એક રહ્યા હતા 1998 પછી રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ 15 વર્ષ સુધી સત્તામાં રહી. આ પછી 2013થી આમ આદમી પાર્ટીની સરકાર હતી. કેજરીવાલ ત્રણવાર મુખ્યમંત્રી બન્યા ..
ભાજપ આ વખતે 68 બેઠકો પર ચૂંટણી લડી અને 48 બેઠકો જીતી. આમ આદમી પાર્ટીએ ગઇ વખતની સરખામણીએ 40 બેઠકો ગુમાવી. ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9%થી વધુનો વધારો કર્યો. તે જ સમયે AAPને 10%થી વધુનું નુકસાન થયું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતી ન શકી હોવા છતાં, તે તેના મત હિસ્સામાં 2% વધારો કરવામાં સફળ રહી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Narendra Modi On Delhi Election 2025 Win After 27 Year : Delhi election results 2025 update | we will see delhi has a prime role to play in building viksit bharat says pm modi