
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં અજાયબી કરી બતાવી છે. ભલે T20I સિરીઝની છેલ્લી મેચ ઇંગ્લેન્ડે જીતી હોય, પરંતુ ટીમ ઇન્ડિયાએ 3-2થી સિરીઝ જીતી લીધી છે.
IND-W vs ENG-W : બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી 5મી T20I મેચમાં ટીમ ઈન્ડિયા 5 વિકેટથી હારી ગઈ. આમ છતાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20I સિરીઝ 3-2થી જીતી લીધી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી. જોકે, શેફાલીની ઇનિંગ્સ ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ બગાડી નાખી. ઈંગ્લેન્ડ મહિલા ટીંમનો આ ત્રીજો સૌથી વધુ સફળ રન ચેઝ છે.
ભારતીય ટીમના સ્કોરના જવાબમાં ઇંગ્લેન્ડે છેલ્લા બોલ પર 5 વિકેટ ગુમાવીને 168 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ મેચમાં ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે T20I માં તેમનો ત્રીજો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો. ઇંગ્લેન્ડ માટે સોફિયા ડંકલી અને ડેનિયલ વ્યાટ-હોજની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું. સોફિયા ડંકલીએ 46 રન બનાવ્યા જ્યારે ડેનિયલ વ્યાટે 56 રન બનાવ્યા. આ ઉપરાંત, ઇંગ્લિશ કેપ્ટન ટેમી બ્યુમોન્ટે 30 રનનું યોગદાન આપ્યું. ત્રણ ભારતીય બેટ્સમેનોની વિકેટ લેનાર ચાર્લોટ ડીનને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતે ચોથી મેચ જીત્યા બાદ T20I સિરીઝ જીતી લીધી, પરંતુ અંત જીત સાથે કરી શક્યું નહીં. આમ છતાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર ઇંગ્લેન્ડ સામે T20I સિરીઝ જીતવામાં સફળ રહી.
ભારતે 2006માં ડર્બી ખાતે રમાયેલી એકમાત્ર T20 મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારથી, ભારતીય ટીમે ક્યારેય ઘરઆંગણે અને વિદેશી ધરતી પર ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20I સિરીઝ જીતી ન હતી. પરંતુ આ વખતે, ટીમ ઈન્ડિયાએ પોતાની ભૂતકાળની નિષ્ફળતાઓને ભૂલીને પહેલીવાર T20I સિરીઝ પર કબજો કર્યો. 20 વર્ષીય શ્રી ચારણીને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવી. શ્રી ચારણીએ તેમની ડેબ્યૂ સિરીઝમાં 5 મેચમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી. T20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે યજમાન ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI સિરીઝ રમશે, જે 16 જુલાઈથી શરૂ થશે.
સ્મૃતિ મંધાના હવે ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં કુલ 221 રન બનાવ્યા. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓપનર બેથ મૂનીના નામે હતો, તેણે 2017માં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 217 રન બનાવ્યા હતા. હવે સ્મૃતિ મંધાનાએ પોતાનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News In Gujarati - Smruti Mandhana Record in Cricket - IND Women Criceket Team vs ENG Women Criceket Team