Uniform Civil Code In Gujarat : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યુસીસી સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) રંજના દેસાઈ કરશે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફ પણ આ સમિતિનો ભાગ છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી કમિટીની રચના કરી છે. જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ (નિવૃત્ત) રંજના દેસાઈ કરશે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફ પણ સમિતિમાં સામેલ છે. મુખ્યમંત્રીએ આ સમિતિને આગામી 45 દિવસમાં આ અંગે વિગતવાર સંશોધન કરીને સરકારને રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પદચિન્હો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં UCCની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિ રચી છે. સમિતિ અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપે પછી તેના અભ્યાસના આધારે સરકાર યોગ્ય નિર્ણય કરશે. વડાપ્રધાન, UCCના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત પણ વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે.
હાલ દેશમાં દરેક મુખ્ય ધાર્મ-સમાજના લોકો માટે તેમના રીત-રિવાજો અમલમાં છે પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. તેને યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવાય છે. જેમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ કરાશે.
રાજ્યમાં કોઈપણ ધર્મ-સમાજના અલગ-અલગ કાયદાઓ નહીં પણ સમગ્ર સમાજ માટે એક જ કાયદો અમલી બનશે
બહુપત્નીત્વ, બાળ લગ્ન અને ત્રિપલ તલાક પર પ્રતિબંધ લદાશે
હલાલા અને ઇદ્દત જેવી પ્રથાઓ રદ થશે
યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ, છૂટાછેડાની પ્રક્રિયા હવે બધા માટે સમાન હશે
લગ્નને એક વર્ષ પૂરું થાય તે પહેલાં છૂટાછેડાની અરજી સ્વીકારવામાં નહીં આવે અને છૂટાછેડા માત્ર પતિ-પત્નીની પરસ્પર સંમતિથી જ શક્ય બનશે
લીવ-ઇન રિલેશનશિપમાં રહેનારાએ એક મહિનાની અંદર ઓનલાઈન નોંધણી કરાવવી પડશે
નોંધણી કરવામાં નિષ્ફળતા અથવા ખોટી માહિતી આપવા બદલ ત્રણ મહિનાની જેલ, 25,000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થશે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Uniform Civil Code In Gujarat : યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં અમલ થશે , યુનિફોર્મ સિવિલ કોડ શું છે ?