વસંત પંચમી એટલે બુદ્ધિ અને વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ, જાણો પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ...
મહા મહિનાના શુક્લ પક્ષની પંચમીની તારીખને લઈને કેલેન્ડરમાં મતભેદો છે. આ તારીખે, માતા સરસ્વતીનો પ્રાગટ્ય ઉત્સવ (વસંત પંચમી) ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તારીખે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. આ તહેવારને વાગીશ્વરી જયંતી અને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આ વર્ષે, જ્ઞાનની દેવી, સરસ્વતીના પ્રગટ ઉત્સવનો ઉલ્લેખ કેટલાક પંચાંગોમાં 2જી ફેબ્રુઆરી અને કેટલાકમાં 3જી ફેબ્રુઆરી તરીકે કરવામાં આવ્યો છે. ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, વસંત પંચમીના દિવસથી નવું જ્ઞાન શીખવાની અથવા નવો અભ્યાસક્રમ શરૂ કરવાની પરંપરા છે. આ તિથિએ દેવી સરસ્વતીની સાથે વીણાની પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે બ્રાહ્મી નામની દવાનું સેવન કરવાની પણ પરંપરા છે.
મહા શુક્લ પંચમી તિથિ 2જી ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 12.10 વાગ્યે શરૂ થઈ રહી છે, આ તિથિ 3જી ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા પહેલા પૂરી થશે. તેથી, 2જી ફેબ્રુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે.
સરસ્વતી પૂજા માટે માં સરસ્વતીની તસવીર, ગણેશજીની મૂર્તિ, બાજોટ, પીળા વસ્ત્ર, પીળા ફૂલની માળા, સોપારી, કંકુ, ચોખા, પાન, અગરબત્તી, ઘીનો દીવો અને પ્રસાદ માટે ખીર અથવા લાડુની જરૂર પડશે. સૌથી પહેલાં બાજોટ પર પીળું વસ્ત્ર પાથરી તેના પર ભગવાન ગણેશ અને સરસ્વતીની સ્થાપના કરો. ગણપતિજી અને માં સરસ્વતીની કંકુ, ચોખા સહિતની સામગ્રીથી પૂજા કરો. માતા સરસ્વતી સામે ઘીનો દીવો પ્રગટાવો અને અન્ય સામગ્રીઓ ધરાવવો. માતાજીને ભોગ ધરાવીને સરસ્વતી મંત્રનો જાપ કરી આરતી કરો. આરતી કર્યા પછી માતાજીનો પ્રસાદ લોકોને આપો.
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરી હતી, ત્યારે માતા દેવી એટલે કે આદ્યશક્તિએ પોતાને પાંચ ભાગોમાં વહેંચી દીધા હતા. આ પાંચ ભાગ એટલે કે રાધા, પદ્મા, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતી સ્વરૂપો છે. આ દૈવી શક્તિઓ ભગવાનના વિવિધ ભાગોમાંથી પ્રગટ થઈ હતી. તે સમયે ભગવાનના અવાજથી પ્રગટ થયેલી દેવીને સરસ્વતી માનવામાં આવતી હતી. ભગવતી સરસ્વતીમાં સારા ગુણો છે. સરસ્વતીના ઘણા નામ છે. આ વાક, વાણી, ગીરા, ભાષા, શારદા, વાચા, ધીશ્વરી, વાગ્દેવી વગેરે નામોથી ઓળખાય છે.
દેવી સરસ્વતી જ્ઞાનની દેવી છે અને જ્ઞાનને તમામ પ્રકારની સંપત્તિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમામ પ્રકારની સુખ-સુવિધાઓ, સંપત્તિ, માન-સન્માન ફક્ત શિક્ષણ દ્વારા જ મેળવી શકાય છે. જેના પર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે, તેને મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. શિક્ષણ દ્વારા જ સ્વભાવમાં નમ્રતા આવે છે. એટલે પૈસા કરતાં જ્ઞાનને વધુ મહત્વ આપવામાં આવે છે. મહાલક્ષ્મીની સાથે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. સરસ્વતી વિના લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકતા નથી. જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીને મેળવેલ ધન સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , વસંત પંચમી પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ - Vasant panchami 2025 in Gujarati