
રાજ્યમાં અત્યારે ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ માવઠું પડે તેવી આગાહી કરી છે.
Gujarat Rain And Cold Forecast : ગુજરાતમાં હાલ વાતાવરણમાં થોડા થોડા દિવસે બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી હતી. જેમાં તેઓએ આગામી દિવસના હવામાનને લઇને આગાહી કરી હતી. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં એક કે બે દિવસ નહીં પરંતુ ત્રણ દિવસ કમોસમી વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે.
આ આગાહીમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી મહિનામાં ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. જેમાં વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે. ત્યારે આ આગાહીને લઇ ધરતીપુત્રો પરેશાનીમાં મુકાશે.
આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Rain And Cold Forecast : હવામાન વિભાગની આગાહી - માવઠાની આગાહી