
ડીમાર્ટના (DMart Share price)ના શેરમાં ત્રિમાસિક પરિણામ પછી જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેના લીધે ડીમાર્ટના શેરમાં શરૂઆતથી જ 15%નો ઉછાળો જોવા મળ્યો હતો.
Dmart Share Price Increse 15 percentage in One Day : ડીમાર્ટના શેરએ રોકાણકારોને સવાર સવારમાં લાખોપતિ બનાવ્યા છે. આજે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી તેની એવી તેજી આવી છે કે ડી માર્ટના શેર આજે ખૂલતાની સાથે જ તેમાં 15% તેજી જોવા મળી હતી. ડીમાર્ટનો શેર આજે 3570 રૂપિયાના સ્ટર પર ખૂલ્યો હતો અને ખૂલતાની સાથે જ તેમાં 15% ઉછાળો આવતા તેનો ભાવ 4152 રૂપિયા થઈ ગયો. ડીમાર્ટ રિટેલ ચેઈનનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટસ લિમિટેડ ની આવક 31 ડિસેમ્બર 2024 ના રોજ ત્રણ મહિના પૂરા થતાં તે ત્રીજા ક્વાર્ટરમાં 17.5 ટકા વધીને રૂ. 15,565.23 કરોડ થઈ છે. ડિસેમ્બર 2024 સુધીમાં ડીમાર્ટના કુલ સ્ટોરની સંખ્યા 387 હતી.
ડીમાર્ટના ત્રિમાસિક પરિણામ સામે આવ્યા પાછું બ્રોકરેજ હાઉસે શેર પર અલગ-અલગ ટાર્ગેટ આપ્યા છે, આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની મેક્વેરી અને મોર્ગન સ્ટેનલીએ સ્ટોક પર તેમનું મંદીનું વલણ જાળવી રાખ્યું હતું, ખાસ કરીને વૃદ્ધિના મોરચે કંપનીની સ્થિતિ નબળી જણાય છે.
બીજી તરફ, હોંગકોંગ સ્થિત બ્રોકરેજ હાઉસ CLSA એ એવન્યુ સુપરમાર્ટસ પર તેજીનું વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ કંપનીએ ડીમાર્ટના શેરના આઉટ પરફોર્મ કોલને જાળવી રાખતા 5360 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ રાખી હતી. છેલ્લી ક્લોઝિંગની સ્થિતિમાં આ લક્ષ્ય 50%ની ભારે વૃદ્ધિની સંભાવના બતાવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , bussiness News In Gujarati - Dmart Share Price Increse 15 percentage in One Day - Dmart Share Price target - Experts On Dmart Share - ડીમાર્ટ શેર પ્રાઈઝ - ડીમાર્ટ શેરનો ભાવ