પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. મનુ ભાકરની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય અન્ય પણ ઘણા ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરાવામાં આવશે.
પહેલા સમાચાર આવ્યા હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું નથી, પરંતુ તે તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે અને હવે મનુ ભાકરને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુકેશે ગયા મહિને 12મી ડિસેમ્બરે ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુકેશે સિંગાપોરમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરા એથ્લેટ પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામ આવશે. પ્રવીણ કુમારે હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રવીણ કુમારે એશિયન રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , રાષ્ટ્રીય રમત પુરસ્કારમાં 4 ખેલાડીઓને ખેલ રત્ન, 34ને અર્જુન એવોર્ડ આપવામાં આવશે - National Sports Awards 2024 Complete List 2024; Khel Ratna | Arjuna Award