
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન બદલવામાં આવ્યા છે. રોહિત શર્માને બદલે જસપ્રીત બૂમરાહને કેપ્ટન બનાવાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ માટે આ મોટો બદલાવ છે.
ઓસ્ટ્રેલિયા સામેની સિડનીમાં રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવશે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે કેપ્ટનશિપ કરી શકે છે.
રોહિત શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીરને પાંચમી ટેસ્ટ ન રમવાના નિર્ણય વિશે જણાવી દીધું છે. ગંભીરે પણ નિર્ણયમાં હામી ભરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે વ્હાઈટવોશનો ભોગ બન્યા પછી ઓસ્ટ્રેલિયા સામેની બે હારને કારણે તેની કેપ્ટનશિપ પણ સ્કેનર હેઠળ આવી ગઈ છે. વધુમાં રોહિત પેટર્નિટી લીવ પર હતો, ત્યારે બુમરાહે પર્થ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં ભારતે 195 રનથી મેચ જીતી લીધી હતી.
શુક્રવારે ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવાનું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે જો હાર થઈ તો ટીમ પર ડબલ્યુટીસીમાંથી બહાર થઈ જવાનો પણ ખતરો છે. આવતીકાલે સિડનીમાં રમાનારી અંતિમ ટેસ્ટ પહેલાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડીયાના બોલર આકાશ દીપને આરામ આપવામાં આવ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીરે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આકાશ દીપે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટમાંથી 2માં ઓસ્ટ્રેલિયાની, 1માં ભારતની અને 1 ડ્રો થઈ છે, અને હવે છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે. જો ભારત જીતે તો બન્ને ટીમ 2-2ની બરાબરી પર આવી શકે છે હારની સ્થિતિમાં ભારતને બેવડો ફટકો પડશે કારણ કે હાર તો થશે જ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી પણ બહાર ફેંકાઈ જશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , indian Cricket team new captian for test match jasprit bumrah rohit sharma opts out of sydney test - ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન બદલાયો, રોહિત શર્માની જગ્યાએ જસપ્રિત બુમરાહને તક