
થર્ટી ફર્સ્ટ પહેલા માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ: ઠેર ઠેર જામ્યો બરફ, માઇનસ તાપમાનથી સહેલાણીઓ ખુશ
Rajasthan Mount Abu Weather : શિયાળામાં ખાસ કરીને લોકો બરફની મજા માણવા કાશ્મીર અને શિમલા જેવી જગ્યા પર જતા હોય છે. પરંતુ રાજસ્થાનના માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં તાપમાનનો પારો માઈનસ જતા અનેક જગ્યા પર બરફની ચાદર પથરાઈ છે. જેના લીધે પ્રવાસીઓ પણ શિમલા જેવી મજા માઉન્ટ આબુમાં માણી રહ્યા છે. ખાસ કરીને રાજસ્થાનમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડ્યા બાદ માઉન્ટ આબુ અને સિરોહી જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેથી તાપમાન રાત્રે અને વહેલી સવારે માઈનસમાં હોય છે.
29મી ડિસેમ્બરે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી નોંધાયું હતું. ઘણી જગ્યાએ માઈનસ 5 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર શિમલા-મસૂરી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. માઉન્ટ આબુનું મહત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.
સિરોહી અને માઉન્ટ આબુમાં શીત લહેર ચાલી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકોની દિનચર્યાને ખાસ્સી અસર થઈ છે. લોકો બોનફાયરની મદદ લઈ રહ્યા છે. ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે. અન્ય જિલ્લાઓ અને રાજ્યોના પ્રવાસીઓ માઉન્ટ આબુમાં કડકડતી શિયાળાની મજા માણી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Rajasthan: Mount Abu saw a temperature drop of four degrees below the freezing point. The region is blanketed in snow and tourists are seen enjoying the rare snowy landscapes - Rajasthan Mount Abu Weather - માઉન્ટ આબુમાં શિયાળાની મજા માઈન્સમાં તાપમાન બરફની ચાદર
Rajasthan: Mount Abu saw a temperature drop of four degrees below the freezing point. The region is blanketed in snow and tourists are seen enjoying the rare snowy landscapes pic.twitter.com/eMJXqq940C
— IANS (@ians_india) December 29, 2024