Varun Dhawan In Ahmedabad: વરુણ ધવન ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો...
Varun Dhawan In Ahmedabad: બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે વરુણ ધવન સહિતના કલાકારો દેશના અલગ-અલગ શહેરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત 'બેબી જૉન'ના કલાકારો આજે અમદાવાદની મુલાકાત લીધી હતી.
વરુણ ધવન ઉપરાંત ફિલ્મની અભિનેત્રી વામિકા ગબ્બી તેમજ ફિલ્મમાં ઑન સ્ક્રિન વરુણની પુત્રી બનતી ઝારા સુંદરશ્વરન આજે 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. વરુણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી અટલ બ્રિજ પર જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં વરુણ અને વામિકા ઉપરાંત બાળ કલાકાર ઝારા પણ અટલ બ્રિજ પર પોઝ આપી રહી છે.
બીજી એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી કોઈ હોટલમાં ગુજરાતી થાળીની મજા માણી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં વરુણ ધવને લખ્યું છે કે, ગુજરાતી થાળી…મજા આવી ગઈ… જણાવી દઈએ કે, વરુણ ધવનની 'બેબી જૉન' ક્રિસમસના અવસર પર આગામી 25 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જેમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News , Varun Dhawan And Wamiqa Gabbi Visit Ahmedabad For Promotion Of Flim Baby John