આખી રાત જેલમાં વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન બહાર આવ્યો, ઘરે આવતા જ માતાએ નજર ઉતારી; કહ્યું, 'કાયદાનું હંમેશા સન્માન'
'પુષ્પા-2' એક્ટર અલ્લુ અર્જુનને શનિવારે સવારે લગભગ 6.30 વાગ્યે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી તેને લેવા જેલ પહોંચ્યા હતા. અલ્લુ લગભગ 18 કલાક સુધી કસ્ટડીમાં રહ્યો. રિલીઝ થયા બાદ અલ્લુ ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચી ગયો. આ પછી અલ્લુ લગભગ 9 વાગે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો. ઘરે એક્ટરની નજર ઉતારવામાં આવી ત્યારબાદ માતાને ગળે લગાવી અંદર ગયો. પરિવારના સભ્યોને મળ્યા. જે બાદ તે ફરી બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી.
તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છતાં, કાગળની કાર્યવાહીમાં વિલંબને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી. ચંચલગુડા જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર 7697 હતી. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અંડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ-1 બેરેકમાં રાખ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધવામાં આવી હતી.
સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં ધરપકડ કરાયેલ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન શનિવારે સવારે તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો હતો. અભિનેતાની પોલીસે ૧૩મી ડિસેમ્બરે બપોરે તેના હૈદરાબાદના ઘરેથી ધરપકડ કરી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અર્જુનને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો, ત્યારબાદ પોલીસ તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ હતી. અલ્લુ અર્જુને તેના વકીલ અશોક રેડ્ડી મારફત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જ્યાંથી તેને રૂ. ૫૦,૦૦૦ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન મળ્યા હતા.
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુન શુક્રવાર સાંજથી જ તેની મુક્તિની રાહ જોઈ રહયો હતો. કોઈક રીતે તેણે શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. જેલ મેન્યુઅલ મુજબ તેમને રાત્રિભોજન આપવામાં આવ્યું હતું. તેને બેડ અને ઓશીકું આપવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે તે આખી રાત થોડી બેચેન દેખાયા હતા. તે તેની બેરેકમાં કયારેક ચાલતો અને કયારેક બાજુ બદલતો જોવા મળ્યો હતો. તેના અભિવ્યક્તિ પરથી લાગતું હતું કે તે આતુરતાથી રિલીઝની રાહ જોઈ રહ્યો હતો. તેણે ભોજન પણ બરાબર ખાધું ન હતું. મોડી રાત સુધી તે જાગતો રહયો. જો કે જેલની બહાર તેના ચાહકોનો જમાવડો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | hyderabad-stampede-case-actor-allu-arjun-released-from-chanchalguda-jail