One Nation One Election : આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે એક દેશ, એક ચૂંટણીના બિલને મંજૂરી આપી દીધી છે. અહેવાલ છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : સરકારનો ગોલ્ડ બોન્ડને લઈ મોટો નિર્ણય ! નાણાકીય બોજ ઘટાડવા સોવરિન ગોલ્ડ બોન્ડ જારી ન કરવાનો વિચાર...
સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આખરે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ એક દેશ, એક ચૂંટણી સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. અહેવાલો મુજબ સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે. હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ઠંડા પવનથી રાજ્યમાં લોકો ધ્રુજ્યા! નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુંગાર શહેર, રાજકોટ-કચ્છમાં કોલ્ડવેવની સંભાવના...
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ અંગે વચન આપ્યું હતું. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જે બાદ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને મંજૂરી આપવામાં આવી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | One Nation One Election :વન નેશન વન ઈલેક્શન બીલ કેબિનેટમાં મંજૂર કરાયું