
Paytmના શેરમાં વધારો એટલા માટે થયો કે, સમાચાર આવ્યા છે કે, ડોમેસ્ટિક ફિનટેક કંપની જાપાનની PayPay માં તેનો હિસ્સો 250 મિલિયન ડોલરમાં વેચી શકે છે.
Paytm share Gave Tremendous Return News : Paytmનો IPO આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં સતતને સતત અનેક મુશ્કેલીઓ આવતી રહી છે. જેના લીધે રોકાણકારોના પૈસા ખુબ જ ધોવાયા છે. ખાસ કરીને RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ પછી, One97 કોમ્યુનિકેશનના શેર ઝડપથી ઘટ્યા હતા. સ્થિતિ એવી હતી કે તેના શેરની કિંમત 300 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ આજે તેનો શેર ફરી 1000 રૂપિયાના સ્તરની નજીક પહોંચી ગયો છે. Paytm શેર્સે ખોટને રિકવર કરી છે અને 52-સપ્તાહના ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે. શુક્રવારે પેટીએમના શેર 2.04 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
Paytmના શેરમાં આ વધારો એક સમાચારને કારણે થયો છે, વાસ્તવમાં એવા સમાચાર છે કે ડોમેસ્ટિક ફિનટેક કંપની જાપાનની PayPayમાં તેનો હિસ્સો $250 મિલિયનમાં વેચી શકે છે. જે બાદ શેરમાં ઉછાળો આવ્યો હતો અને ઈન્ટ્રાડે દરમિયાન ફિનટેક કંપનીના શેર 3 ટકાથી વધુ ઉછળીને રૂપિયા 991.25 પ્રતિ શેરના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. કંપનીએ આ માહિતી એક્સચેન્જને આપી છે.
One97 Communications Ltd ના શેરમાં યર-ટુ-ડેટ આધારે 50.44 ટકાનો વધારો થયો છે, જ્યારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સે સમાન સમયગાળા દરમિયાન 13.04 ટકાનો વધારો કર્યો છે. Paytm શેરોએ છેલ્લા 6 મહિનામાં જંગી નફો નોંધાવ્યો છે. છેલ્લા 6 મહિનામાં તેના શેરમાં 182 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, તેના શેર હજુ પણ તેની IPO કિંમતથી ઘણા ઓછા છે.
ડિજિટલ પેમેન્ટ કંપનીએ BSE ને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે, એક્સચેન્જે 6 ડિસેમ્બર, 2024 ના રોજના સમાચારના સંદર્ભમાં One97 કોમ્યુનિકેશન લિમિટેડ પાસેથી સ્પષ્ટતા માંગી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'Paytm જાપાનના PayPay માંનો તેનો હિસ્સો સોફ્ટબેંકને $250 મિલિયનમાં વેચશે. જવાબની રાહ જોવાઈ રહી છે. આજે BSE પર પેટીએમના શેરનું ખૂબ જ ઊંચું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું હતું. શુક્રવારે લગભગ 7.24 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું. આ આંકડો 6.65 લાખ શેરના બે સપ્તાહના સરેરાશ વોલ્યુમ કરતાં વધુ હતો.
Paytm નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 62,248.37 કરોડ હતું. 1,46,200 શેરના વેચાણના ઓર્ડર સામે 11,12,500 બાય ઓર્ડર હતા. તકનીકી રીતે, શેર 5-દિવસ, 10-, 20-, 30-, 50-, 100-, 150-દિવસ અને 200-દિવસની સરળ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. સ્ટોકનો 14-દિવસનો RSI 72.94 છે, જે સૂચવે છે કે સ્ટોક ઓવરબૉટ થયો છે. ચોઈસ બ્રોકિંગના ટેકનિકલ રિસર્ચ અને અલ્ગોના વાઇસ પ્રેસિડેન્ટે બિઝનેસ ટુડેને જણાવ્યું હતું કે, Paytm માટે તાત્કાલિક (Resistance Price) પ્રતિકાર રૂપિયા 1,000 પર જોવા મળી શકે છે. જો આ લેવલ બ્રેક કરે તો તેની ઉપરનો નિર્ણાયક ભંગ Final Resistance રૂપિયા 1,400-1,500ના સ્તર તરફ વધુ Returnને વેગ આપી શકે છે.
નોંધ- અહીં આપેલી માહીતી માત્ર સમાચાર આધારિત છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ લો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Why Paytm share Gave Tremendous Return News ? | Paytm Share News | Paytm Share Return Future | Paytm Share Price | પેટીએમ શેરના ભાવ અચાનક કેમ વધ્યા ? | પેટીએમ શેર સમાચાર |