
Bitcoin All Time High Price: બિટકોઇનનો ભાવ એક લાખ ડોલરને પાર થતા ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો માહોલ છે. બ્રોકરેજ હાઉસ 2 લાખ ડોલરની આગાહી કરી રહ્યા છે.
Bitcoin Crossed USD 1 lakh Crores Level: ક્રિપ્ટોમાર્કેટમાં છેલ્લા બે સપ્તાહના બ્રેક બાદ ફરી પાછી તેજી પુરજોશમાં આવી છે. આજે વહેલી સવારે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત પ્રથમ વખત $1 લાખને પાર કરી ગઈ છે. આજે એટલે કે 5 ડિસેમ્બરના રોજ, Bitcoin 7%થી વધુ વધીને $103,332 (રૂ. 87.19 લાખ)ના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ ચૂંટણીમાં જીત બાદ, બિટકોઇનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમતમાં 131%નો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે 6 ડિસેમ્બર 2023ના રોજ તે $43,494 (રૂ. 36.85 લાખ) હતો, જે હવે $102,585 (રૂ. 86.91 લાખ) પર પહોંચી ગયો છે. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં પણ બિટકોઈનની કિંમતમાં વધારો જોવા મળી શકે છે.
ભારતમાં, ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન પર 1% TDS પણ લાદવામાં આવશે. તે જ સમયે, જો કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી ગિફ્ટ કરે તો પણ 30% ટેક્સ ચૂકવવો પડશે.
ક્રિપ્ટોકરન્સી એ ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ છે. તેનો ઉપયોગ માલ અને સેવાઓ માટે ચૂકવણી કરવા માટે થાય છે. ક્રિપ્ટો કરન્સી નેટવર્ક આધારિત ડિજિટલ ચલણ છે. કોઈપણ કંપની અથવા વ્યક્તિ તેને ટોકન સ્વરૂપે જારી કરી શકે છે. આ ટોકન્સનો ઉપયોગ માત્ર જારી કરનાર કંપનીના સામાન અને સેવાઓ ખરીદવા માટે થાય છે. તેને કોઈ એક દેશના ચલણની જેમ નિયંત્રિત કરી શકાતું નથી. તેનું સમગ્ર સંચાલન ઓનલાઈન છે, જેના કારણે તેમાં વધઘટ થતી રહે છે. Bitcoin is the first decentralized cryptocurrency
- SECના નવા અધ્યક્ષ પદે પોલ એટકિંસની નિમણૂકની સકારાત્મક અસર
- પુતિને બિટકોઈન કે અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈપણ પ્રતિબંધ ન લાદવાની જાહેરાત કરી
- ક્રિપ્ટોના સમર્થક ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ પહેલાં જ રોકાણકારોએ રોકાણ વધાર્યું
- બિટકોઈન ઈટીએફમાં છેલ્લા એક વર્ષમાં 32 અબજ ડોલરનું રોકાણ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર પ્રમુખ પદે શપથ લીધા પહેલાં જ ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે સકારાત્મક ફેરફારો થતાં જોવા મળ્યા છે. પોલ એટકિંસને SECના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ ક્રિપ્ટો કરન્સી માટે સકારાત્મક નિર્ણયો લઈ શકે છે. અગાઉના ગેરી જેન્સલરે ડિજિટલ એસેટ પર આકરા નિયમો ઘડ્યા હતા. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પની નિમણૂક ક્રિપ્ટો કરન્સી માટે અનુકૂળ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં આર્થિક મંચ પર જાહેરાત કરી કે, બિટકોઈન તથા અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં લાદે. વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ પુતિનની આ જાહેરાતથી બિટકોઈનમાં તેજીનું ઘોડાપુર આવ્યું છે. બીજી તરફ અમેરિકામાં ટ્રેડેડ બિટકોઈન ઈટીએફમાં આ વર્ષે રોકાણ અનેકગણું વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં 32 અબજ ડોલરનું રોકાણ નોંધાયુ છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 3.68 લાખ કરોડ ડોલરે પહોંચી છે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Bitcoin Price Record High | Bitcoin Crossed USD 1 lakh Crores Level | bitcoin | Crypto-Market |Bitcoin-All-Time-High | બિટકોઈન રેકોર્ડ બ્રેક સપાટીએ