Paris Paralympic 2024 : ભારતે પેરિસ પેરાલિમ્પિક 2024 માં 5મો મેડલ જીત્યો છે. ઇવેન્ટના બીજા દિવસે ભારતના ખાતામાં ચાર મેડલ આવ્યા હતા. હવે ત્રીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ એસએચ1 ઇવેન્ટમાં ભારત માટે રૂબીના ફ્રાન્સિસે કાંસ્ય મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ઇરાનની સારેહ જાવનમર્દીએ ગોલ્ડ જ્યારે તુર્કીની આયસેલ ઓઝગાને રજત મેડલ જીત્યો.
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો આ શૂટિંગમાં ચોથો મેડલ છે. અવની લેખરા અને મોના અગ્રવાલે 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો. અવનીએ ગોલ્ડ જ્યારે મોનાએ કાંસ્ય મેડલ જીત્યો હતો. પુરુષોની પિસ્તોલ શૂટિંગમાં મનીષ નરવાલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બીજી તરફ, ભારતને એક મેડલ એથ્લેટિક્સમાં મળ્યો હતો. પ્રીતિ પાલે 100 મીટર રેસમાં કાંસ્ય મેડલ જીત્યો હતો.
પેરાલિમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત ભારતને પિસ્તોલ શૂટિંગમાં મેડલ મળ્યો છે. રૂબીના ફ્રાન્સિસે 211.1ના સ્કોર સાથે કાંસ્ય મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. રૂબીના ફ્રાન્સિસે સાતમા સ્થાને રહીને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (એસએચ1) ફાઇનલ માટે ક્વાલિફાય કર્યું હતું. 25 વર્ષીય રૂબીના ક્વાલિફિકેશન રાઉન્ડના મોટાભાગના હિસ્સામાં ટોચના આઠ શૂટર્સથી પાછળ રહી હતી, પરંતુ અંતે ઝડપ દર્શાવીને મેડલની દોડમાં પહોંચી. મધ્યપ્રદેશની આ શૂટર ત્રણ વર્ષ પહેલાં ટોક્યો પેરાલિમ્પિકના ક્વાલિફાઇંગ રાઉન્ડમાં પણ સાતમા સ્થાને રહી હતી અને પછી ફાઇનલમાં પણ સાતમા સ્થાને રહી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં પાંચમો મેડલ, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ , india-wins-5th-medal-at-paris-paralympics-2024-rubina-francis-wins-bronze-medal-for-india-in-10m-air-pistol-sh1-event