PARIS Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકના ૧૪૦ કરોડ ભારતીયો માટે આંચકા જનક સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે તેને વધુ વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ૧૪૦ કરોડ ભારતીયોના દિલ તૂટી ગયા છે અને દેશભરમાં રોષની લાગણી ફેલાય છે. ગોલ્ડ મેડલની મેચ પહેલા વિનેશ અને ભારતને મોટો આંચકો લાગ્યો છે. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ હતી. તાત્કાલિક રીતે તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને ફલૂડ આપવાની ભલામણ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશે આજે ૫૦ કિલોગ્રામમાં કુસ્તીની ફાઈનલ રમવાની હતી. ગેરલાયક ઠેરવ્યા બાદ તેની તબિયત બગડી છે.
મહિલા રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં જોરદાર આંચકો લાગ્યો છે. સેમિફાઇનલ જીત્યા બાદ તેણી ફાઇનલ મેચમાં પ્રવેશવાની હતી, પરંતુ તેણીનું વજન નિર્ધારિત ધોરણો કરતાં વધુ હોવાનું જણાયું હોવાથી તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિક સમિતિના આ નિર્ણયથી વિનેશ ફોગાટ અને ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ માટે એક્સ પર એક પોસ્ટ લખી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું, વિનેશ તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો. તમે ભારત માટે ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.
તેમણે કહ્યું કે આજનો આંચકો દુઃખ પહોંચાડનાર છે. હું સમજી શકું છું કે આનાથી કેટલો આઘાત થયો હશે. પીએમ મોદીએ કહ્યું કે તમે પડકારોમાંથી આગળ વધવાનો માર્ગ મોકળો કરી રહ્યા છો. તમે વધુ મજબૂત બનશો. અમે બધા તમારી સાથે છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે ભારતીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી છે. તેમણે પીટી ઉષા પાસેથી આ મામલાની સંપૂર્ણ માહિતી લીધી અને એ પણ પૂછ્યું કે વિનેશની હકાલપટ્ટી પછી ભારત પાસે હવે શું વિકલ્પ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ પીટી ઉષાને પૂછ્યું છે કે વિનેશ ફોગાટના કેસમાં શું કરી શકાય. આ કિસ્સામાં છેલ્લા વિકલ્પ સુધી દરેક પ્રયાસ કરવા જોઈએ. સંતુષ્ટ ન થતાં તેણે પીટી ઉષાને કહ્યું કે જો વિનેશ ફોગાટને મદદ કરવા માટે ઓલિમ્પિક કમિટી પાસે વિરોધ નોંધાવવો હોય તો તે કરવો જોઈએ. પરંતુ વિનેશ ફોગાટના કેસમાં સંપૂર્ણ મદદ થવી જોઈએ. વિનેશને અયોગ્ય જાહેર કર્યા બાદ તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું કે આખો દેશ દુઃખી છે. મેડલ લાવી શક્યા નથી. વધારાનું વજન બાકી રહ્યું. આનો કોઈ ઉકેલ નથી. આ એક મોટું દુઃખ છે. ૨૦૨૮ માટે લડશે.
તે જ સમયે, ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું, ‘તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી ૫૦ કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન ૫૦ કિલો કરતાં થોડા ગ્રામ વધી ગયું હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે ભવિષ્યની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
વાસ્તવમાં, વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર હતી. તેણે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તી સ્પર્ધાની ૫૦ કિગ્રા વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને ૫-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવા તરફ પોતાનું પગલું ભર્યું. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું. ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ કરતા ૫૦ ગ્રામથી ૧૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. તેના માત્ર ૫૦ ગ્રામ વજનના કારણે ૧૪૦ કરોડ ભારતીયોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું અને વિનેશ ફોગાટ ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ.
મંગળવારે રાત્રે વિનેશ ફોગટનું વજન બે કિલો વધુ હતું. આ પછી વિનેશને નિંદ્રાધીન રાત હતી. આખી રાત તેણીને ઊંઘ ન આવી. તે આખી રાત કસરત કરતી રહી અને વજન ઘટાડતી રહી. પરંતુ જયારે અંતિમ વજન કરવામાં આવ્યું ત્યારે તેનું વજન ૫૦ થી ૧૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મોટો ફેરફાર કર્યો હતો. વિનેશ ફોગેટે અત્યાર સુધીની અજેય ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઇ સુસાકીને હરાવી અને યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. આ જ લયને જાળવી રાખીને તેણે લોપેઝને ૫-૦ના માર્જિનથી હરાવ્યો અને ફાઈનલ માટે તેની ટિકિટ બુક કરી. આજે ફાઈનલ મેચ રમવાની હતી. વિનેશે અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કરવાનો હતો. પરંતુ 50-100 ગ્રામ વજને વિનેશનું સપનું ચકનાચૂર કરી દીધું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ભારત સાથે ‘રમત' રમાઈ ! ઓલિમ્પિક ફાઇનલ પહેલા જ વિનેશ ફોગાટને 100 ગ્રામ વધુ વજનના લીધે ડિસ્ક્વોલિફાય કરાઈ, ગોલ્ડનું સપનુ રોળાતા દેશભરમાં રોષ - vinesh phogat disqualified from paris olympics ahead of gold medal wrestling bout because she over weight 100 Gram