
Happy Makar Sankranti 2024 Wishes : મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2024
સામાન્ય રીતે Makar Sankranti ના દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ કરે છે. અને આ દિવસે સુરજ થોડો ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી તેને Uttarayan કહેવામાં આવે છે. ભારતની સાથે-સાથે ભારતના પાડોસી દેશ નેપાળ અને બાંગ્લાદેશ માં પણ મકરસંક્રાતિ નો ત્યોહાર ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ 2024 ની અહીં નીચે ખુબજ સરસ Happy Makar Sankranti Wishes in Gujarati, Uttarayan Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Makar Sankranti Quotes in Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Shayari in Gujarati અને Makar Sankranti Status in Gujarati આપેલ છે. જે તમને મકરસંક્રાંતિ ની શુભકામના પાઠવવામાં મદદરૂપ થશે.
Happy Makar Sankranti 2023 (હેપી ઉત્તરાયણ): મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે તમામ ઉંમરનાં લોકો ખુશ થઈને સુંદર કપડા પહેરીને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢીને હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ ધાબેથી "કાપ્યો છે!" અને "લપેટ લપેટ" જેવી વિવિધ બૂમો સાંભળવા મળે છે. આકાશ ઈન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' ખૂબ ખાય છે અને ખવડાવે છે.
ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ, મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારો પૈકીનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની અને અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ટુક્કલ પણ ઉડાડે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ સુધી આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે. ત્યારે તમારા મિત્રો અને સંબંધીઓને ઉત્તરાયણની શુભેચ્છાના સંદેશાઓ મોકલી આપો.
આશાના આકાશમાં
વિશ્વાસની દોરી લાંબી જાય
તમારી સફળતાનો પતંગ
હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ
પતંગની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગથી આકાશમાં વિચરતું રહે એવી શુભકામનાઓ…
💐 મકરસંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીની હવા લઈને આવે
પતંગની જેમ તમારું કરિયર પણ ખૂબ ઊંચાઈએ પહોંચે
હેપ્પી ઉત્તરાયણ
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ
ચાલો મિત્રો સાથે મળીને ઉડાવીએ પતંગ
ઉત્તરાયણની શુભકામનાઓ
આ પર્વ આપણા સૌના જીવનમાં સદ્ગુણો અને પ્રગતિનો ઉજાસ લાવે તેવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના.
🪁 મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ 🪁
આશા અને પ્રકાશની કિરણો સાથે, ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને હેપી મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
🪁 Happy Makar Sankranti 🪁
પ્રેમ ની પતંગ ઉડાડજો, નફરત ના પેચ કાપજો….
દોરી જેટલા સબંધો લંબાવજો,🪁 ઉત્તરાયણ છે….
દિલ થી એને વધાવજો….
💐 ઉત્તરાયણ ની શુભકામના 💐
તલ અમે છીએ તો ગોળ તમે છો
પતંગ અમે છીએ તો દોરી તમે છો
ગોળ વિના લાડુ નહીં બને અને દોરી વિના પતંગ નહીં ચગે
આવી જાઓ મારા ઘરે, તમારા વિના અમારી અગાશી નહીં શોભે.
તું તારે કર્યા કર ખેંચાખેંચ,
અમે તો ઢીલ દેવામાં જ માનીએ
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,
અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...
તું તારે કાપ્યા કર સૌના પતંગો ભર દોરીએ,
અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...
પતંગના ત્રણ અક્ષર એટલે…
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.
તલ જેવડું પણ દુઃખ કદી ના આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં.
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.
🙏 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🙏
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
🌹 Happy Uttarayan 2024 🌹
તું જાણે પતંગ છે ને હું છું કોઈ દોર,
લઇ જાયે છે ઉડાવીને તું મને કઈ કોર,
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ
મીઠાં મીઠાં ગોળમાં મળી ગયા તલ ઉડી પતંગ અને ખીલી ગયું દિલ
ચાલો સાથે મળીને ખુશીઓ વહેંચીએ! મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે
આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના હેપ્પી ઉતરાયણ
પ્રેમનો પતંગ ઉડાવજો નફરતનો પેચ કાપજો
આવ્યો ઉત્તરાયણનો તહેવાર દિલથી એને વધાવજો, હેપ્પી ઉત્તરાયણ
સૂર્ય ચિહ્ન બદલાશે,
ઘણા લોકોનું ભાગ્ય બદલાશે,
આ વર્ષનો પહેલો તહેવાર હશે જ્યારે આપણે બધા સાથે મળીને ઉજવણી કરીશું.
Happy Uttarayan.
મકરસંક્રાંતિ એ સૌર ચક્ર દ્વારા સેટ કરવામાં આવે છે અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશવાના ચોક્કસ સમયની ખગોળશાસ્ત્રીય ઘટનાને અનુરૂપ છે અને તે એક એવા દિવસે મનાવવામાં આવે છે જે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરની 14 જાન્યુઆરીએ આવે છે, પરંતુ લીપ વર્ષમાં 15 જાન્યુઆરીએ આવે છે.
આ મકરસંક્રાંતિ તમારા જીવનને આનંદ, આનંદ અને પ્રેમથી ભરી દે. તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! મકરસંક્રાંતિના આ શુભ દિવસે, હું ઈચ્છું છું કે તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપો. મકરસંક્રાંતિની શુભકામનાઓ!
ભારતીય કેલેન્ડર મુજબ, ઉત્તરાયણનો તહેવાર એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે શિયાળો ઉનાળામાં ફેરવવાનું શરૂ કરે છે. ખેડૂતો માટે તે સંકેત છે કે સૂર્ય પાછો આવી ગયો છે અને લણણીની મોસમ, મકરસંક્રાંતિ/મહાસંક્રાંતિ નજીક આવી રહી છે.
પતંગ ઉડાડવાથી લઈને, મીઠાઈઓ બનાવવા અને લિપ-સ્મેકીંગ ખીચડીનો સ્વાદ માણવા, ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ, લણણીનો તહેવાર, ગુજરાતના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા તહેવારોમાંનો એક છે.
(Home Page- gujju news channel)
Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2024 | Makar Sankranti Wishes and Quotes in Gujarati - Happy Makar Sankranti Wishes in Gujarati - Uttarayan Wishes in Gujarati - ઉત્તરાયણ શાયરી - Makar Sankranti Quotes in Gujarati - Uttarayan Quotes in Gujarati - Makar Sankranti Shayari in Gujarati - Makar Sankranti Status in Gujarati - મકરસંક્રાંતિ ની શુભકામના