
શેરબજારમાં સારૂ રિટર્ન મેળવવા લોકો સારી કંપનીના શેરમાં રોકાણ કરતા હોય છે, ત્યારે એવી ઘણી કંપની છે જેણે માર્કેટમાં થોડા જ વર્ષોમાં ખૂબ જ રીટર્ન આપ્યુ હોય.... એક એવી કંપની છે જેના શેરની કિંમત એક સમયે માત્ર 1 રૂપિયો જ હતી.. પરંતુ આજે તેની કિંમત 470 રૂપિયાને પાર થઈ ગઈ છે.. અને રોકાણકારને કરોડપતી બનાવી દીધા છે...
આ શેરનુ નામ છે BCL ઈન્ડસ્ટ્રીઝ. આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા મૂકનારા રોકાણકારોના નાણાં હવે વધીને 4.7 કરોડ રૂપિયા થઈ ગયા છે. એક સમયના આ પેની સ્ટોકે આકર્ષક વળતર આપ્યું છે. જે રોકાણકારોએ આ કંપનીના શેરમાં નાણાં રોક્યા છે તેઓ અમીર બની ગયા છે. કંપની ખાદ્ય તેલ, વનસ્પતિ ઘી, બાસમતી ચોખા અને લિકર જેવા ઉત્પાદનોના વ્યવસાયમાં સંકળાયેલી છે. બીસીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ લાંબા ગાળાના રોકાણકારોને ખુબ જ રિટર્ન આપીને કરોડપતિ બનાવી દીધા છે.
BCL ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BCL ઈન્ડસ્ટ્રીઝ)ના શેર 16 ફેબ્રુઆરી 2001ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1 રૂપિયામાં ઉપલબ્ધ હતા. અને 13 એપ્રિલ 2022ના રોજ BSE પર કંપનીના શેર રૂ. 472.10 પર બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 16 ફેબ્રુઆરી, 2001ના રોજ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવીને રાખ્યું હોત, તો અત્યારે આ નાણાં રૂ. 4.7 કરોડ થઈ ગયા હોત. જો આ સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિએ કંપનીના શેરમાં 10,000 રૂપિયાનું રોકાણ પણ કર્યું હોત તો પણ હાલમાં આ રૂપિયા 47 લાખ રૂપિયા થઈ ગયા હોત.
BCL ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા 2 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 27 માર્ચ 2020ના રોજ કંપનીના શેર રૂ. 31.20ના સ્તરે હતા, જે 13 એપ્રિલ 2022ના રોજ રૂ. 472.10ના સ્તરે પહોંચી ગયા છે. જો કોઈ વ્યક્તિએ 2 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલમાં આ રૂપિયા 15.13 લાખ રૂપિયા થઈ ગયા હોત. BCL ઈન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને લગભગ 83 ટકા વળતર આપ્યું છે. અને આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેરોએ 49 ટકા વળતર આપ્યું છે.
BCL ઈન્ડસ્ટ્રીઝના શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 110 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 525 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1140 કરોડ રૂપિયાની આસપાસ છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 564.8 કરોડ હતી અને કંપનીનો નફો રૂ. 24 કરોડથી વધુ હતો.
gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation