
હવે ઘરે બેઠા તમે તમારા મોબાઈલથી એસટી બસનો ટાઈમ જાણી શકો છો, ઓનલાઈન ટિકીટ બુક કરાવી શકો છો, તેમજ એસટી બસનું લાઈવ લોકેશન જાણી શકો છો. ગુજરાત રાજ્ય પરીવહન નિગમ દ્વારા GSRTC બસો માટે પોતાની એપ ચલાવવામાં આવે છે, જેના માધ્યમથી તમે કોઇપણ એસટી બસનો ટાઈમ, બસનું સમયપત્રક, અને લાઈવ લોકેશન જાણી શકશો. આજે આપણે અહી Gsrtc Bus Booking Online , GSRTC Bus Time table તેમજ GSRTC Bus Live Location Tracking ને લગતી તમામ માહિતી આ આર્ટીક્લના માધ્યમથી જોઈશું. તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું...
અત્યારના ડિજીટલ યુગમાં કોઈપણ વ્યક્તિ પાસે ટાઈમ બહુ જ ઓછી માત્રમાં હોય છે, અને તેવામાં કલાકો સુધી બસની રાહ જોઈ બેઠા રહેવું એ કોઇપણ વ્યક્તિને ગમતું નથી, તેથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા GSRTC ની એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના અંતર્ગત કોઇપણ બસને લાઈવ ટ્રેક કરી શકાય છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવી તમારી સીટ બુક કરાવી શકો છો અને તેની જાણ તમને તમારા નંબર પર SMS દ્વારા મળી જશે.
- GSRTC બસનું ઓનલાઈન બુકિંગ કરવા માટે તમારી પાસે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરવો પડશે
- સૌ પ્રથમ GSRTC ની બસ ટ્રેકિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા “Google” પર જઈ, તમે “GSRTC Official APP” ટાઈપ કરી, ગુગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકો છો.
- તમારે મોબાઈલમાં GSRTCની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જેની લિન્ક અહીં આપેલી છે. GSRTCની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
- ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરશો એટલે ગુજરાતી કે English ભાષાનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે દર્શાવ્યા પ્રમાણેની સ્ક્રીન ઓપન થશે.
- હવે તેમાં Bookingના ટેબ પર ક્લિક કરો. એટલે તમને From એટલે કે, જે બસ સ્ટેશનથી ટિકિટ બુક કરવાની છે તેનું નામ નામ નાખવાનું રહેશે. અને TO એટલે કે જે બસ સ્ટેન્ડ પર ઉતરવાનું છે ત્યાંનું નામ નાખવાનું રહેશે.
- ત્યાર બાદ જે તારીખનું બુકિંગ કરવાનું છે તે નાખવાનું રહેશે.
- પછી કેટલા લોકો માટે ટિકિટ બુક કરવાની છે તે સંખ્યા નાખવાની રહેશે. બાળકો માટે Childના ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ સર્ચ પર ક્લિક કરશો એટલે તમને જે તારીખ સિલેક્ટ કરી હશે તે દિવસના રૂટની બસ દેખાશે. તેમાંથી તમારા ટાઈમ પ્રમાણેની બસ સિલેક્ટ કરવાની રહેશે.
- બસ સિલેક્ટ કર્યા પછી તેમાં સીટ સિલેક્ટ કરવાની રહેશે. વાઈટ કલરની સીટ જ સિલેક્ટ કરી શકશો. ગુલાબી કલરની સીટ મહિલાઓના રિઝર્વેશન દર્શાવે છે. જ્યારે ભૂરા કરલરની સિટ અન્ય પુરુષનું રિઝર્વેશન દર્શાવે છે.
- સીટ સિલેક્ટ કર્યા બાદ પેસન્જરની ડિટેઈલ્સ નાખવાની રહેશે. જેમાં નામ, ઉંમર, ઈમેઈલ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ તમારે ઓનલાઈન ટિકિટનું પેમેન્ટ કરવાનું રહેશે. જે તમે UPI અથવા ATM કે અન્ય ઓનલાઈન માધ્યમથી કરી શકશો.
- પેમેન્ટ Succefully પૂર્ણ થયા બાદ તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે અને તમને SMS અથવા ઈમેઈલના માધ્યમથી મેસેજ મળી જશે.
- GSRTC બસનું લાઈવ લોકેશન જોવા માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે લોકેશન ઓન કરવાનું રહેશે. જે બાદ એપ્લિકેશન ઓપન કરશો એટલે નીચે દર્શાવ્યા પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવશે.
- જે બાદ તમારે તમારા નજીકના બસ સ્ટેશનની વિગત જોવી હોય તો Nearby Station પર ક્લિક કરવાનું રહેશે. જેમાં બસ સ્ટેશનની તમામ બસ વિશે માહિતી મળશે
- બસના રૂટ વિશે અથવા તેના વિશે માહિતી મેળવવી હોય તો બીજા ઓપશન Search Bus પર ક્લિક કરવાનું રહેશે.
-Gsrtc બસનું ટાઈમટેબલ જાણવા માટે તેના Timetable ના બટન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં રૂટનું નામ લખવાનું રહેશે.
- તમારી પાસે ઓનલાઈન ટિકિટ અથવા રિઝર્વેશન હોય તો તમારે Track My Bus ના ઓપ્શન પર ક્લિક કરીને PNR No. અથવા Vehical No. લખવાનો રહેશે. જે તમારી ઓનલાઈન ટિકિટમાં આપેલો હશે.
જે બાદ તમે સરકારી બસનું લાઈવ લોકેશન જોઈ શકશો.
- આ એપ માં ઓનલાઈન ટ્રાન્ઝેકશન જ કરવું પડશે, જેમાં જો કોઈ કરણોસર બસ ના આવે તો તમે રીફંડ ઓપશનથી તમારા પૈસા રીફંડ મેળવી શકો છો.
- એકવાર ટિકિટ બુક કરાવ્યા બાદ એપ્લિકેશનમાંથી જ તમે તેને કેન્સલ પણ કરાવી શકો છો. જેના નિયમો અલગ અલગ છે.
- એપથી મળેલ મેસેજ જ તમારી ટિકીટ છે, કોઇપણ પ્રકારની પ્રિન્ટેડ ટિકીટ ની જરૂર રહેતી નથી. પરંતુ તેની સાથે તમારુ આઈકાર્ડ હોવું જરૂરી છે.
- આ સિવાય નવા નિયમો પ્રમાણે તમે કંડક્ટર પાસેથી QR Code અને UPIના માધ્યમથી ટિકિટના પૈસાની ચૂકવણી કરી શકો છો.
(Home Page- gujju news channel)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - GSRTC Bus timetable - GSRTC Bus Live location tracking - એસટી બસ સમયપત્રક - બસ સ્ટેશન લાઈવ લોકેશન - એસટી બસ સમયપત્રક - એસટી બસ નો ટાઈમ - એસટી બસ નો ટાઈમ અમદાવાદ - એસટી બસ નો ટાઈમ રાજકોટ - gsrtc બસ સમય ટેબલ - બસ બુકિંગ - gsrtc બસ સમય ટેબલ સુરત - gsrtc બસ સમય ટેબલ વડોદરા - એસટી બસ નો ટાઈમ ભાવનગર - ગુજરાત એસટી બસ ટાઈમ ટેબલ