
Covid 19 Latest Update News In Gujarat : કોરોનાને મહામારી કહેવાનું ભલે બંધ થઈ ગયુ પરંતુ કોરોનાનો પ્રકોપ હજૂ સંપૂર્ણ ઓછો થયો નથી. દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. Covid-19 New Variant JN.1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોના વાયરસ એ ફરી રફ્તાર પકડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આંકડા મુજબ 24 કલાકમાં 798 કોરોના નવા કેસ નોંધાયા છે. સાથો સાથ સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી છે. આ સાથે 5 દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે. અત્રે જણાવીએ કે, 5 દર્દીઓના કોવિડ-19 કારણે મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજાર 91 પર પહોંચ્યો છે. ગુજરાતવાસીઓ એલર્ટ પર આવી જવુ જોઈએ. કારણ કે, રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટનો આંકડો 40ને વટાવી ગયો છે.
હાલ કહી શકાય કે ઠંડીને કારણે કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. વર્ષ 2020 ની શરૂઆતથી લગભગ ચાર વર્ષોમાં દેશભરમાં કોરોના વાયરસથી લગભગ સાડા ચાર કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 5.30 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના લેટેસ્ટ અપડેટ અનુસાચર, આ બીમારીથી રિકવર થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. સ્વસ્થ થવાની ટકાવારા 98.81 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં JN.1ના વેરિએન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Corona New Variant -Covid 19 update - latest covid news - Covid 19 Latest Update News In Gujarat - Coronavirus update