
મસાલેદાર ભુજિયાનો સ્વાદ માણવો હોય કે રસગુલ્લાનો રસ માણવો હોય, લોકોની જીભ પર 'બિકાનેરવાલા'નું નામ એકવાર તો આવે જ છે. એક નાની દુકાનથી શરૂ થયેલી આ ફૂડ ચેઈન દુનિયાભરના લોકોની પસંદ બની ગઈ છે. આ વિશેષ બ્રાન્ડ બનાવવાનો શ્રેય 83 વર્ષીય લાલા કેદારનાથ અગ્રવાલ (કાકાજી) અને તેમના પરિવારને જાય છે.
'બીકાનેરવાલા'ની સફર 1955થી શરૂ થઈ હતી. આ તે સમય હતો જ્યારે કાકાજી તેમના ભાઈ સાથે દિલ્હી પહોંચ્યા અને અહીં સ્થાયિ થઈ ગયા હતા. શરૂઆતમાં તેમની પાસે રહેવાની જગ્યા નહોતી. તેથી તેણે ઘણી રાતો ધર્મશાળામાં વિતાવી. તેને જીવન વિતાવવા માટે પૈસાની જરૂર હતી, તેથી તેણે બિકાનેરી રસગુલ્લા અને નમકીનને ડોલમાં ભરીને વેચવાનું શરૂ કર્યું.
જ્યારે લોકો હલવા, રસગુલ્લા અને નમકીનના દિવાના બની ગયા હતા
વેચાણ વધવાની સાથે ટૂંક સમયમાં તેઓએ જૂની દિલ્હીમાં એક દુકાન ભાડે લીધી. દુકાન પર કામ કરવા માટે બિકાનેરથી કેટલાક કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં તેનું કામ શરૂ થઈ ગયું. દિવાળી આવતા સુધીમાં લોકો તેમના દ્વારા બનાવેલા મગના હલવા, રસગુલ્લા અને નમકીનના દિવાના બની ગયા હતા. જેનો લાભ તેમને તહેવાર સમયે વધારે મળ્યો.
તેઓની મીઠાઈઓ એટલી બધી વેચાઈ કે તેણે એક નિયમ બનાવ્યો કે તે કોઈ વ્યક્તિને 10 થી વધુ રસગુલ્લા ન આપે. આ સમય સુધી લોકો કાકાજીની દુકાનને બિકાનેરી ભુજિયા ભંડારના નામથી જ ઓળખતા હતા. ત્યારે તેઓનું આ ટ્રેડ માર્ક હતું. કાકાજીના મોટા ભાઈ જુગલ કિશોરની સલાહ પર, તેમણે દુકાનનનું નામ બદલીને 'બીકાનેરવાલા' રાખ્યું. તેની પાછળનો તર્ક એ હતો કે આનાથી તેના શહેરનું નામ પણ બિકાનેર રહેશે. આ વાત સાચી સાબિત થઈ અને 'બીકાનેરવાલા'નું નામ લોકોની જીભ પર ચઢી ગયું.
એક મોટી બ્રાન્ડ તરીકે 1000 કરોડથી વધુની કિંમતની કંપની બની
1972-73માં તેમણે દિલ્હીના કરોલબાગમાં એક દુકાન ખરીદી. અને તે પછી તેમણે પાછું વળીને જોયું નથી. ટૂંક સમયમાં, આ દુકાનોની સંખ્યા વધતી ગઈ. હવે તે 1000 કરોડથી વધુની કિંમતની કંપનીના રૂપમાં એક મોટી બ્રાન્ડ છે. આ આખી સફરની સૌથી સારી વાત એ હતી કે 'કાકાજી' બદલાયા નથી. તેના ચહેરા પરનું સ્મિત અને કામ પ્રત્યેનો જુસ્સો પહેલા જેવો જ છે. તેમના પરિવારના ઘણા લોકો આ અંગત વ્યવસાય સાથે જોડાયેલા છે અને 'કાકા'ના કાર્યને આગળ ધપાવવામાં વ્યસ્ત છે.
બિકાનેરવાલા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર શ્યામ સુંદર અગ્રવાલ છે. 1968માં, 16 વર્ષની ઉંમરે, તેંમણે તેના પારિવારિક વ્યવસાયમાં જોડાઈ અને મીઠાઈ બનાવવાની કળા શીખી. 1980 ના દાયકામાં, જ્યારે પશ્ચિમી ફાસ્ટ-ફૂડ પિઝા ભારતીય બજારમાં પ્રવેશ્યા, ત્યારે અગ્રવાલ પરિવારે બજારની માંગને અનુભવી અને તેમના આઉટલેટ્સનો વિસ્તાર કર્યો. અને બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ..
બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થઈ
1988 માં, બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે, તેમણે એર-ટાઈટ પેકેજિંગમાં મીઠાઈઓ અને નાસ્તા વેચવા માટે Bikano શરૂ કરી. આ જ ક્રમમાં, વર્ષ 1995માં, બિકાનેરવાલાએ હરિયાણાના ફરીદાબાદમાં નવો પ્લાન્ટ ખોલીને પેપ્સિકોની બ્રાન્ડ 'લેહર' માટે નમકીનનું ઉત્પાદન કરવા માટે એક વિશિષ્ટ કરાર કર્યો. 2003 માં, કંપનીએ બિકાનો ચેટ કાફે ખોલવાનું શરૂ કર્યું. આ એક પ્રકારની ફાસ્ટ ફૂડ સર્વિસ રેસ્ટોરન્ટ છે. 'બીકાનેરવાલાએ હૈદરાબાદના બંજારા હિલ્સમાં એક બુટિક હોટેલ પણ શરૂ કરી, જે ખુબ પ્રખ્યાત બની અને આજે પણ બિકાનેરવાલા બ્રાન્ડથી અનેક આઉટલેટ શરૂ થતા રહે છે અને લોકો તેનો સ્વાદ માણ્યા કરે છે..
gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation