
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું માળખું ધરમૂળથી બદલાયું, ઓનલાઈન પરીક્ષાથી પેપર ફુટતા અટકશે ?
Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB Online Exam) : રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હતી જેની સામે સરકાર ઉપર માછલા પણ બહુ ધોવાયા. હવે કદાચ એવુ લાગે છે કે સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાંબા ગાળાની નીતિ અપનાવવા માંગતી હોય. ગૌણ સેવા પસંદગી મંડળે હવે પરીક્ષા ઓનલાઈન લેવાનું નક્કી કર્યું છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ કોમ્પ્યુટરના માધ્યમથી લેવાશે. હવે મુખ્ય કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે પેપર લીક ન થાય અને જે લાયક ઉમેદવાર છે તેને જ આગળ તક મળે. હાલ ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું છે એટલે એ જવાબદારી પણ વધી જાય છે કે પરીક્ષા કોમ્પ્યુટરાઈઝ હોય તો સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ગૌણ સેવા પસંદગી મંડળના આ નિર્ણયને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો કેવી રીતે જુએ છે. આગામી સમયમાં અન્ય પરીક્ષાઓ પણ ઓનલાઈન કરવી જોઈએ કે નહીં. ઓનલાઈન પરીક્ષાથી સરકારી ભરતીની પ્રક્રિયા પણ આપોઆપ ઝડપી બનશે.
GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઓનલાઈન પરીક્ષા લેશે. હવે તબક્કાવાર ઓનલાઈન પરીક્ષા યોજાશે. ગૌણ સેવાની પરીક્ષાનું માળખું બદલવા કવાયત હાથ ધરી છે. આ પરીક્ષા કમ્પ્યુટર પર જ લેવામાં આવશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પુરી નહીં થાય. એટલે કે ઘણી પરીક્ષાઓ માટે લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. આવા સંજોગોમા પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય દિવસના અલગ અલગ ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી પ્રાથમિક વિગતો પણ મળી રહી છે.
કોમ્પ્યુટર પર પરીક્ષા લેવા માટે ગૌણ સેવા મંડળ દ્વારા એજન્સી પણ નિયત કરવામાં આવી છે, એટલે કે વિશાળ સંખ્યામાં ઉમેદવારો પરીક્ષામાં બેસશે તેમની પરીક્ષા આ એજન્સી દ્વારા લેવામા આવશે. ગૌણ સેવાની પરીક્ષા માટે દેશની મહત્વની કંપની TCS (Tata Consultancy Services) દ્વારા પરીક્ષાની કામગીરી કરવામાં આવશે. ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે ગૌણ સેવા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં બહાર પાડવામા આવશે.
હવે ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા યોજાશે. એક સાથે 15000 ઉમેદવાર પરીક્ષા આપી શકે એવું આયોજન કરાયું છે. વધુ વિદ્યાર્થી હશે ત્યારે અલગ-અલગ દિવસે પરીક્ષા યોજાશે. કોમ્પ્યુટરના માધ્યમથી ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. MCQ પદ્ધતિની પરીક્ષામાં હવે પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમાં વિકલ્પનું નેગેટીવ માર્કિંગ થાય નહીં. અગાઉ વિકલ્પ ન પસંદ કરવા પર 0.25 માર્ક કાપવામાં આવતા હતા.
ઓનલાઈન પરીક્ષાને આવકાર છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારો અરજી કરતા હતા. અલગ-અલગ દિવસે પરીક્ષાથી અવ્યવસ્થા નહીં થાય. પેપર ફૂટવાની શક્યતા નહીંવત રહેશે. ઉમેદવારોને પણ પરીક્ષા આપવામાં સરળતા રહેશે. ઓનલાઈન પરીક્ષાથી પરિણામ ઝડપી બનશે. ઝડપી પરિણામથી ભરતી પ્રક્રિયાને વેગ મળશે. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે પ્રિન્ટીંગનો કાગળ બચી જશે. સાયબર સુરક્ષા સુનિશ્ચિત થાય એ જરૂરી છે.
ઓપન બુક એક્ઝામનો એક વિકલ્પ હોય છે. જે વિષયની પરીક્ષા હોય તેની ટેક્સ્ટ બુક આપી દેવાય છે. સવાલ એ રીતે પૂછાય છે કે તમારે ટેકસ્ટ બુકથી વિશેષ લખવું પડે છે. ઓપન બુક એક્ઝામ છતા પાસ થવામાં પણ તકલીફ પડે છે. જે પરીક્ષાનું પેપર હોય તે કોર્સમાં 25 થી 30 જુદા-જુદા પેપર હોય છે. બાજુમાં બેઠેલા પરીક્ષાર્થીનું પેપર તદ્દન જુદું હોય છે. ઘણી ઓનલાઈન પરીક્ષામાં સ્ક્રીન ફ્રીઝ થઈ જાય તેવી વ્યવસ્થા હોય છે. સ્ક્રીન ઉપરથી તમે બીજી વેબસાઈટ ઉપર જઈ શક્તા નથી. જસ્ટ ઓન ટાઈમ પદ્ધતિ પણ પશ્ચિમી દેશમાં અમલમાં છે. પેપર એન્ક્રીપ્ટેડ હોય છે જે સામે હોય છતા વાંચી ન શકાય. એન્ક્રીપ્ટેડ પેપર પરીક્ષાના 15 મિનિટ પહેલા જ જનરેટ થાય છે. પાંચ મિનિટ પહેલા જ પેપર સર્વર ઉપર મોકલવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujarat gaun seva pasandgi mandal (GSSSB) - ઓનલાઈન પરીક્ષા -