
PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers : પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે જાણકારી લીધી હતી. તેમજ તેમને સફળ રેસ્ક્યું માટે ધન્યાદ પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી પાસેથી જાણ્યું કે, ટનલમાંથી કાઢ્યા બાદ શ્રમિકોના સ્વાસ્થ્ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે ? મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે, બધા શ્રમિતોને ટનલમાંથી નિકળ્યા બાદ સીધા ચિન્યાલીસોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જયાં તેમની જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્યાલીસોડ લઈ જવામાં આવ્યા છે જયાં તેમની સુવિધા અનુસાર રાજય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્ક્યૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ એજન્સિઓ અને રાજય સરકારના સમન્વયથી અમે ૪૧ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા છે. ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા બધા ૪૧ શ્રમિકોના સકુશલ બહાર આવવા અને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્મતને સલામ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ રેસ્ક્યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ- શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં શામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્ભૂત મિસાલ કાયમ કરી છે. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી રહ્યું, ‘ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારૂ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે.'
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે શ્રમિકોને 1 લાખ રૂપિયા સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ શ્રમિકોને આવતીકાલે આપવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રીએ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા NHIDCLને પણ આદેશ આપ્યો છે. આ સાથે સીએમએ બીજી મહત્વની જાહેરાત કરી છે. ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની જાહેરાત કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi Speaks To Rescued Uttarkashi Tunnel Workers - Uttarkashi Tunnel Rescue - 41 Worker Rescued From uttarkashi Tunnel