• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Marriage Muhurt Date : આવતા વર્ષમાં લગ્ન લેવાનો હોય તો જાણી લો, 2023-24ના શુભ લગ્ન મુહૂર્ત

Marriage Muhurt Date : આવતા વર્ષમાં લગ્ન લેવાનો હોય તો જાણી લો, 2023-24ના શુભ લગ્ન મુહૂર્ત

02:09 PM November 20, 2023 admin Share on WhatsApp



Marriage Muhurat 2023 - 2024 Gujarati : દેવઉઠી એકાદશી પછી લગ્નની સીઝન શરૂ થશે. જોકે આ વર્ષે લગ્ન માટે ફક્ત 44 મુહૂર્ત છે. નવેમ્બર માસની વાત કરીએ તો આ મહિનામાં 3 દિવસ જ લગ્નના શુભ મહુર્ત છે. ત્યાર પછી ગુરુ અને શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નનું એક પણ મુહૂર્ત નહીં આવે. ગત વર્ષે લગ્નસરામાં 63 શુભ મુહૂર્ત હતા પરંતુ આ વર્ષે માત્ર 44 શુભ મહુર્ત છે. Wedding Vivah Muhurat 2023 - 2024 માટેની તારીખો નીચે આપેલી છે.

► નવેમ્બર થી ડિસેમ્બર સુધીમાં લગ્ન મુહૂર્ત

નવા વર્ષમાં લગ્નના શુભ મુહૂર્તની વાત કરીએ તો ( Marriage Muhurat In November ) નવેમ્બર મહિનામાં 27, 28 અને 29 નવેમ્બર લગ્નના શુભ મુહૂર્ત છે ત્યાર પછી ( Marriage Muhurat In December ) ડિસેમ્બર મહિનામાં 6, 7, 8, 14 અને 15 તારીખનું શુભ મુહૂર્ત છે. એટલે કે કમુર્તા શરૂ થાય તે પહેલા લગ્નના કુલ આઠ શુભ મુહૂર્ત જ છે. ત્યાર પછી 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી કમુરતા શરૂ થશે.

► જાન્યુઆરી થી માર્ચ સુધીમાં લગ્નના મુહૂર્ત 

જાન્યુઆરી મહિના ( Marriage Muhurat In January ) માં કમુરતા પૂરા થયા પછી 21, 22, 27, 28, 30 અને 31 તારીખે લગ્ન થઈ શકે છે. આ વર્ષે ( Marriage Muhurat In February ) ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ લગ્નના મુહૂર્ત આવશે. જેમાં 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28 તેમજ 29 તારીખે લગ્નના શુભ મુહૂર્ત છે ત્યાર પછી ( Marriage Muhurat In March ) માર્ચ મહિનામાં 2, 3, 4, 6, 11 તેમજ 13 તારીખે શુભ મુહૂર્ત આવે છે. ત્યાર પછી 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક રહેશે જેના કારણે લગ્ન નહીં થઈ શકે. આ સિવાય 17 માર્ચથી 24 દરમિયાન હોળાષ્ટકના કારણે લગ્નમાં નિષેધ આવશે. 

► એપ્રિલ થી જૂન સુધીમાં લગ્નના મુહૂર્ત 

એપ્રિલ મહિના ( Marriage Muhurat In April ) માં લગ્નના કુલ ચાર જ મુહૂર્ત છે જેમાં 18, 21, 26 અને 28 તારીખ લગ્ન માટે શુભ છે. ત્યાર પછી શુક્ર ગ્રહનો અસ્ત થઈ જશે જેના કારણે 1 મેથી 28 જૂન સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શુક્ર અને ગુરુ નો અસ્ત થઈ ગયો હોય તો લગ્ન થઈ શકતા નથી. બે મહિનામાં શુક્રના અસ્તના કારણે એક પણ લગ્નનું મુહૂર્ત નથી જ્યારે ( Marriage Muhurat In June ) જૂન મહિનામાં 29 અને 30 તારીખે લગ્ન થઈ શકે છે.

► જૂલાઈ મહિના માં લગ્નના મુહૂર્ત

આ વર્ષે 17 જુલાઈએ દેવ શયની એકાદશી ઉજવાશે તે પહેલા ( Marriage Muhurat In July ) જુલાઈ મહિનામાં 9, 11, 12, 13, 14 અને 15 તારીખે લગ્નના શુભ મુહૂર્ત છે. ત્યાર પછી 17 જુલાઈએ ભગવાન પોઢી જશે અને લગ્ન ત્યાર પછી વસંત પંચમીથી શરૂ થશે. આમ ગત વર્ષમાં લગ્ન માટે 63 શુભ મુહૂર્ત હતા જ્યારે આ વર્ષમાં લગ્નના માત્ર 44 મુહૂર્ત છે જેમાં સૌથી વધારે ફેબ્રુઆરી મહિનામાં લગ્નના 12 મુહૂર્ત આવશે. જ્યારે ઉનાળામાં આવતી લગ્નસરામાં માત્ર 14 શુભ મુહૂર્ત છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel  - marriage muhurat 2023 gujarati - marriage muhurat in december 2023 - marriage muhurat - Lang Muhurat - લગ્ન મુહૂર્ત 2023 2024 - લગ્ન મુહૂર્ત 2023 24 ગુજરાતી - wedding vivah muhurat 2023 24 - આજના શુભ મુહૂર્ત 2023 - 24 ગુજરાતી - લગ્નના શુભ મુહૂર્ત 2023 ગુજરાતી - 2023 -24 લગ્ન ના મુહૂર્ત - લગ્ન મુહૂર્ત 2024 ગુજરાતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us