• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • હીરાબાનો શતાયુ પ્રવેશ: PM મોદી કોમનમેન તરીકે માતાને મળ્યા, પગ ધોઈને લીધા આશીર્વાદ..

હીરાબાનો શતાયુ પ્રવેશ: PM મોદી કોમનમેન તરીકે માતાને મળ્યા, પગ ધોઈને લીધા આશીર્વાદ..

01:15 PM June 18, 2022 admin Share on WhatsApp



ગાંધીનગર: વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે. શનિવારે તેમણે પોતાના દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે (PM Modi meets mother HiraBa) કરી હતી. રાજભવન ખાતે રાત્રી રોકાણ બાદ તેઓ સવારે 6.30 વાગ્યે માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પીએમ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આવ્યા હતા. પીએમ મોદી અહીં અડધો કલાક સુધી રોકાયા હતા અને માતાના આશીર્વાદ લઈને પાવાગઢ જવા માટે રવાના થયા હતા.

પીએમ મોદીના માતા હીરાબાનો આજે 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદીએ માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. પીએમ મોદીની મુલાકાત બાદ સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ આશરે અડધો કલાક માતાના નિવાસસ્થાને વિતાવ્યો હતો. પીએમ મોદીએ અહીં પૂજા કરી હતી. તસવીરમાં પીએમ મોદીના માતા સાથે હળવીપળોમાં જોઈ શકાય છે. સાથે જ પીએમ મોદી પોતાની સાથે માતા માટે ગિફ્ટ પણ લાવ્યા હતા.

માતાનો શતાયુ પ્રવેશ થતો હોવાથી પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. જે બાદમાં માતાનું મોઢું મીઠું કરાવ્યું હતું. માતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી નાના પાટલા પર બેઠેલા નજરે પડ્યા હતા. જ્યારે તેમના માતા ખુરશી પર બિરાજમાન હતા.

પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન સમયાંતરે માતાના ખબર અંબર પૂછવા આવતા રહે છે. આ દરમિયાન માતા હીરાબા પણ દીકરા નરેન્દ્રને ભેટ અને શીખામણ આપવાનું ચૂકતા નથી. માતાના ચરણોમાં પીએમ મોદી કોમનમેન તરીકે માતાના મળ્યા હતા અને માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us