
Fat To Fit: ભારતમાં મહિલાઓ માટે ફિટનેસ એટલું મહત્વનું નથી જેટલું હોવું જોઈએ. તમે અવારનવાર જોયું હશે કે, તમારી આસપાસ એવી ઘણી સ્ત્રીઓ છે જેઓને બાળકો થયા પછી શરીર વધી ગયુ હશે. અથવા તેનું શરીર ઝાડું થઈ ગયું હશે. આ યાદીમાંથી બોલિવૂડ અભિનેત્રીઓને બાકાત રાખો કારણ કે અહીં સામાન્ય મહિલાઓની વાત છે, જ્યાં તેમને ઘરની બહાર નીકળવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. જો કે, આ પડકારજનક વાતાવરણમાં, કેટલીક મહિલાઓ એવી છે જેમણે આ અવરોધને પાર કરીને ફિટનેસ ( Fitness ) ના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમાંથી એક 49 વર્ષીય કિરણ ડેમ્બલા ( Kiran Dembela ) છે, જે ભારતની જાણીતી મહિલા બોડી બિલ્ડર ( Female Body Builder ) છે. 30 વર્ષની ઉંમરે પોતાની લાઈફમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી કિરણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં નામ કમાવ્યું છે. આજે કિરણ માત્ર દેશની સફળ મહિલા બોડી બિલ્ડર નથી પરંતુ તે ઘણા ફિલ્મ સ્ટાર્સને બોડી બિલ્ડિંગની ટિપ્સ ( Body Bulding Tips ) પણ આપી રહી છે. અને વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ ? તે વિશે પણ જણાવી રહી છે. kiran dembla story ની સ્ટોરી જોશ ટોક ( Josh Talk ) પર પણ જોઈ શકો છો.
Who Is Kiran Dembla ? : કિરણ ડેમ્બલા એક બોડી બિલ્ડર, સેલિબ્રિટી જિમ ટ્રેનર અને ડિજે પણ છે પરંતુ તે હૈદરાબાદની સૌથી હોટ ફિટનેસ ગુરુ બનતા પહેલા, કિરણની દુનિયા 2006માં તૂટી પડી હતી. તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું હોવાથી તેનું નિદાન થયું હતું. એક યુવાન માતા અને ગૃહિણી તરીકે, ડેમ્બલાએ પોતાને એક નાનકડી દુનિયાથી ઘેરી લીધી હતી.
કિરણ કહે છે કે, સ્ત્રી એટલી નિર્ભર બની જાય છે, ખાસ કરીને જેઓ ગૃહિણીઓ છે, તેઓ તેમના પતિ પર ખૂબ જ નિર્ભર બની જાય છે. આ કુદરતી છે, આ દરેક ભારતીય મહિલા માટે ખૂબ જ સ્વાભાવિક છે. મોટાભાગની ભારતીય ગૃહિણીઓ દરેક નાના-મોટા કામ માટે તેમના પતિ પર નિર્ભર બની જાય છે. જૂના જમાનામાં આવું થતું હતું અને હજૂ પણ થઈ રહ્યું છે. પરંતુ આ વિચાર હંમેશા મને ત્રાસ આપતો હતો.
સ્ટ્રેસ અને વધુ પડતું વિચારવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને મારા સ્વાસ્થ્ય સાથે પણ આવું થયું. આ બધી સમસ્યાઓથી મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. મને માનસિક રીતે ખૂબ અસર થઈ હતી. આ સિવાય મને શારીરિક રીતે પણ ઘણી અસર થઈ હતી, જેના કારણે મારે સારવાર લેવી પડી હતી.
પોતાને સાંત્વના આપવા માટે, કિરણે સંગીત શીખ્યું અને શાસ્ત્રીય ગીતો ગાવાનું શરૂ કર્યું. 10 વર્ષ પછી તેને તેની માતા પાસેથી પુસ્તકો મળ્યા. હું જાણતી હતી કે, ઘણો સમય વીતી ગયો છે અને મને ખબર નથી કે, શાસ્ત્રીય સંગીત ક્યાં પહોંચી ગયું છે, પરંતુ તેમ છતાં મેં પ્રયત્ન કરવાનું બંધ કર્યું નહીં. મેં હાર્મોનિયમ, તબલા હાથમાં લીધું અને બાળકોને શાસ્ત્રીય સંગીત શીખવવાનું શરૂ કર્યું. મને આવું કરવાનું મન થવા લાગ્યું.
ધીરે ધીરે કિરણ તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા લાગી. તેણે કહ્યું કે આપણે ઘરની બહાર જવાનું શરૂ કરીએ છીએ, તે આપણી આદત બની જાય છે. અને મેં પણ એમ જ કર્યું. મેં યોગ માટે ઘર છોડવાનું શરૂ કર્યું અને તે પછી મેં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, પરિણીત મહિલાઓ માટે સૌથી પહેલા ઘરની બહાર અથવા તો દરવાજાની બહાર જવુ એક મોટી વાત બની જાય છે. તેઓ મોટાભાગે ઘરે જ રહે છે.
કિરણ દરરોજ સવારે 5 વાગે જિમ જાય છે અને તેના નાના બાળકને ખવડાવવા માટે વહેલી ઘરે પરત ફરે છે. તેણે કહ્યું કે પછી હું ઘરની બહાર નીકળતા શીખી ગઈ. તે દરમિયાન એવું થયું કે, મને ધીમે ધીમે જીમનું વ્યસન થવા લાગ્યું. તે એક ડ્રગ જેવું હતું, જો એકવાર તમે વ્યસની થઈ જાઓ, પછી તેનાથી છૂટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી. કિરણે કહ્યું કે, જ્યારે હું કસરત કરવા જતી ત્યારે અરીસામાં મારી જાતને જોતી હતી અને મને ખૂબ સારું લાગતું હતું. મને આશ્ચર્ય થયું કે શું તે હું જ છું..!
તે પછી કિરણે પોતાનું જિમ ખોલ્યું અને તે પછી તેણે જે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે તે વખાણથી ઓછું નથી. અને તેના શરીરના પરિવર્તને તેલુગુ ફિલ્મ ઉદ્યોગનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમની પાસેથી ફિટનેસના ગુણો શીખનારા અભિનેતાઓમાં દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રામ ચરણ, અભિનેત્રી ઉપાસના, તમન્ના ભાટિયા, એસ.એસ. રાજામૌલી, અનુષ્કા શેટ્ટી, પ્રભાસ, પ્રકાશ રાજ, અને સૂર્યા છે. વધુમાં કિરણે કહ્યુું કે, એક સમય સુધી ભારતમાં મહિલા માટે જિમ ટ્રેનર બનવું એ એક મોટો ગુનો હતો. એક ટ્રેનરે મને 2007 કે 2008માં કહ્યું હતું કે, મહિલા બોડી બિલ્ડર કે ટ્રેનર્સનું બહુ સ્ટેટસ હોતું નથી. પરંતુ જીવનમાં મારી દ્રષ્ટિ ખૂબ જ સ્પષ્ટ છે કે, મારે શું કરવું છે. જે થાય તે અમે જોઈશું. મને મારા કામ પર પૂરો વિશ્વાસ છે.
37 વર્ષની ઉંમરે કિરણે બીજી ચેલેન્જ લીધી. તેણે બોડી બિલ્ડિંગ શરૂ કર્યું. 2013માં, તેને વર્લ્ડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની આશા હતી. પરંતુ તેના પરિવારની પોતાની મર્યાદાઓ હતી. તેણે કહ્યું કે, હું પુત્રવધૂ અને માતા છું, જેમના માટે બિકીની પહેરવી એક પડકારજનક કાર્ય હતું. મેં મારા પતિને કહ્યું કે, હું આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગુ છું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે, તે સમયે હું થોડી જીદ્દી બની ગઈ હતી. મેં તેને કહ્યું કે, હું આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહી છું. આ પહેલી વાર હતું જ્યારે મેં મારું મોં ખોલ્યું. મેં તેને કહ્યું કે, મારે આ કરવું પડશે. કિરણે બુડાપેસ્ટમાં આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને ઈવેન્ટમાં છઠ્ઠા ક્રમે રહી હતી. ફિટનેસએ કિરણને મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં મદદ કરી અને તે આજે પણ સીમાઓ તોડી રહી છે. આજે કિરણ ફિટનેસની સાથે પાર્ટીમાં ડિજે વગાડીને સૌને પોતાના તાલ પર ડોલાવી રહી છે.
#Fitmom #fitmommy #mother #momlife #fitindia #athletic #athlete #transformation #kirandembla #djkdbelle #diet #nutrition #fitness
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - Instagram Celebrity Viral Sexy Hot Video - South Acress Sexy Video - how to lose weight fast - વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ - વજન ઘટાડવા માટે ખોરાક અંગેની ટીપ્સ - વજન ઘટાડવા માટે કસરત - સ્ત્રીઓ માટે વજન ઘટાડવું - ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ - વજન ઘટાડવા માટે દવા - વજન ઘટાડો - kiran dembla - kiran dembla age - kiran dembla family - kiran dembla bodybuilder - kiran dembla workout - kiran dembla dj - kiran dembla wikipedia - kiran dembla husband divorce - who is kiran dembla - kiran dembla story