અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવારનવાર હેડલાઇન્સ માં રહે છે. બંને ખૂબ જ લોકપ્રિય પરિણીત કપલ છે. 2017 માં લગ્ન કરનાર વિરુષ્કા હાલ માં તેના ઘર ના નવા મહેમાન એટલે કે દીકરી વામિકા સાથે ખૂબ એન્જોય કરી રહી છે. હાલમાં જ આ ત્રણેય રજાઓ મનાવી ને મુંબઈ પરત ફર્યા છે. વિરાટ અને અનુષ્કા મુંબઈ આવતા ની સાથે જ સીધા કોકિલાબેન અંબાણી હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ માં તેમના આગમન પછી ગપસપ નો સમય શરૂ થયો.
શું અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે?
હકીકતમાં 13 જૂને અનુષ્કા અને વિરાટને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલની બહાર આવતા સ્પોટ કરવામાં આવ્યા હતા. અનુષ્કા યલો એન્ડ વ્હાઇટ લાઇનિંગ ડ્રેસમાં જોવા મળી હતી તો વિરાટે વ્હાઇટ ટીશર્ટ પહેરી હતી. બંનેને સાથે ડોક્ટરના ત્યાં જતા જોઇને ફેન્સને અંદાજો આવી ગયો હતો કે અનુષ્કા પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર પણ અભિનંદનની શરૂઆત થઈ ગઈ. પણ સત્ય કંઈક બીજું જ છે.
રિપોર્ટ મુજબ અનુષ્કા ગર્ભવતી નથી અને તે ખરેખર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગઇ હતી. જણાવી દઈએ કે આ કપલ પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ પ્રાઈવેટ રાખે છે. બંનેએ અત્યાર સુધી મીડિયાથી પોતાની દીકરી વામિકાનો ચહેરો પણ છુપાવીને રાખ્યો છે. મીડિયાથી યોગ્ય અંતર જાળવવા માટે તેઓએ વિદેશમાં જઈને લગ્ન કર્યા હતા.
તમને જણાવી દઈએ કે અનુષ્કા એ પતિ વિરાટ અને પુત્રી વામિકા સાથે તેની રજાઓ ખૂબ એન્જોય કરી હતી. આ દરમિયાન બીચ પર મોનોકિની પહેરેલી અનુષ્કા ની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. અનુષ્કા ની નવી ફિલ્મ ચકડા એક્સપ્રેસ ને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. લગ્ન અને બાળકો થયા બાદ અનુષ્કા નું ફિલ્મો માં આવવું ઘણું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેણી પાછી પાટા પર આવી ગઈ છે.
અનુષ્કા છેલ્લે 2018 માં ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. આમાં તે કેટરીના કૈફ અને શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આવી સ્થિતિ માં અનુષ્કા માટે આ કમબેક પણ ખાસ છે. તેમને ફરી પીકે, એ દિલ હૈ મુશ્કિલ, સુલતાન અને રબ ને બના દી જોડી જેવી હિટ ફિલ્મો આપવા માટે યાદ કરવા માં આવે છે.