Karwa Chauth 2023 : કરવા ચોથના વ્રતની તિથિ, મુહૂર્ત અને પૂજા વિધી; વ્રતમાં આ બાબતો ધ્યાનમાં રાખવી..!
Karwa Chauth 2023 Puja Vidhi Rules : કરવા ચોથનો વ્રત પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. કરવા ચોથના ઉપવાસમાં સ્ત્રીઓ રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ ઉપવાસ તોડે છે. કરવા ચોથના ઉપવાસની દરેક પરિણીત મહિલા આતુરતાથી રાહ જોતી હોય છે. કરવા ચોથનું વ્રત અખંડ પ્રેમ, સમ્માન અને ત્યાગની ચેતનાના પ્રતિક માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે આખો દિવસ પાણી પીધા વગર ભૂખ્યા રહીને ઉપવાસ કરવાનો હોય છે. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપીને ઉપવાસ તોડવાનો હોય છે. શિવ પાર્વતી અને ચંદ્ર દેવની કૃપાથી સુખી લગ્ન જીવનના આર્શીવાદ પ્રાપ્ત થાય છે.
કરવા ચોથનો ઉપવાસ આસો વદ મહિનાની ચોથાના દિવસ રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથનો ઉપવાસ 1 નવેમ્બર, 2023ના રોજ છે.
0
કરવા ચોથના ઉપવાસમાં ચંદ્રની પૂજાનું વિશેષ મહત્વ છે. ચંદ્રની પૂજા કરીને પરિણીત મહિલાઓ કરવા ચોથનો ઉપવાસ તોડે છે. કરવા ચોથાની રાત્રે પત્ની ચંદ્રની પૂજા કરીને ચારણીમાંથી પતિનું મુખ જોઇને પારણાં કરે છે. સામાન્ય રીતે ચોથાના દિવસ ચંદ્રોદય મોડું થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ચાલુ વર્ષે કરવા ચોથની પૂજાનું શુભ મુહૂર્ત 1 નવેમ્બર સાંજે 5 વાગ્યાને 36 મિનિટથી સાંજે 6 વાગ્યાને 54 મિનિટ સુધી છે. પૂજાનો કુલ સમય 1 કલાક 18 મિનિટનો છે. કરવા ચોથના વ્રતનો સમય - 6.33AMથી 8.15PM સુધી. એનો સમયગાળો 13 કલાક 42 મિનિટ સુધી. કરવા ચોથના દિવસે ચંદ્રોદય 8.15PM પર હશે.
કરવા ચોથના ઉપવાસની પૂજા સામગ્રીમાં કરવા, ચારણી, ફૂલ, ફળ, મિઠાઇ, વ્રત કથાની પૂસ્તક, એક કળશ, ગણેશજીની મૂર્તિ, કંકુ, પાન, ચોખા, કાચુ દૂધ, નાડાછડી, બાજોઠ વગેરે જોઇએ.
સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. સ્નાન કર્યા પછી, મંદિરને સાફ કરો અને દીવો પ્રગટાવો. દેવી-દેવતાઓની પૂજા કરો. નિર્જલા વ્રતનો સંકલ્પ લો. આ શુભ દિવસે શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતી, ભગવાન શિવ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરો. કરવા ચોથના વ્રત દરમિયાન ચંદ્રની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર જોયા પછી, ચાળણી દ્વારા પતિને જુઓ. આ પછી પતિના હાથે પાણી લઇ ઉપવાસ તોડો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - karwa chauth wishes - karwa chauth quotes - happy karwa chauth images - mehndi designs for karwa chauth - karwa chauth vrat katha - karwa chauth status - Happy karwa chauth 2023 katha - when is karwa chauth - how to do karwa chauth puja alone at home