દૈનિક રાશિફળ | Aaj nu Rashifal for 20 Octomber 2023 : તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ?
આજનું રાશિફળ | Today Horoscope | Aaj Ka Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય...
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ મેષ રાશિ : આજે શારિરીક અને માનસિક રીતે હળવાશ અનુભવશો. દિવસની શરૂઆતમાં જ કોઇ ઇચ્છિત કાર્ય પૂર્ણ થવાથી મનમાં ઉત્સાહ રહેશે. ઘરે અથવા કાર્યસ્થળે કોઇ સમસ્યા ઉત્પન્ન ના થાય તે માટે વાણી મધુર રાખો. બપોર બાદ કામકાજમાં અડચણો આવી શકે છે. સરકારી અથવા જૂની યોજનાઓમાં પૈસા ફસાઇ શકે છે. લેવડ દેવડ વખતે સાવધાન રહો.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ વૃષભ રાશિ : આજે તમારાં વિચારોમાં સતત બદલાવ જોવા મળશે, જેના કારણે નિર્ણયો લેવામાં અસમંજસની સ્થિતિ રહેશે. લાભના અવસર મળશે, પરંતુ અનિર્ણયાત્મકતાના કારણે તેનો લાભ નહીં ઉઠાવી શકો. મોટાંભાગના કામ આજે આવતીકાલ પર ટાળશો. સામાજિક ક્ષેત્રે તમારી છબી એક ધનવાન વ્યક્તિની માફક રહેશે, પરંતુ આડંબરથી દૂર રહો.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ મિથુન રાશિ : આજે સંયમિત વ્યવહાર રાખો, સ્વભાવમાં આક્રમકતાના કારણે નજીકના લોકોની સાથે નાખુશી ઉત્પન્ન થઇ શકે છે. તમારી કામ કરવાની રીત અન્ય વ્યક્તિઓ માટે પરેશાની ઉભી કરી શકે છે. મહેનત બાદ પણ કામ અધૂરું રહે તેવી સંભાવનાઓ છે. જરૂરિયાતના સમયે ધન નહીં મળવાથી નિરાશા મળશે. ભાગદોડ દરમિયાન કોઇની મદદ મળી રહેશે. આધ્યાત્મથી સંબંધિત શાંતિ મળશે.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ કર્ક રાશિ : આજનો દિવસ ઉતાર-ચઢાવવાળો રહેશે. પારિવારિક સભ્યોની સાથે કોઇ વાત પર મતભેદ થઇ શકે છે, ગેરસમજથી તમને વધારે પરેશાની રહેશે. આજે અન્ય વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે. ધનલાભ માટે તમારે કોઇની મદદ લેવી પડી શકે છે. લાંબી યાત્રાની યોજના સ્થગિત કરવી પડી શકે છે. પારિવારિક ખર્ચ વધવાથી પરેશાની રહેશે.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ સિંહ રાશિ : આજે કાર્યક્ષેત્રની સાથે સાથે ઘરેલુ કામકાજમાં પણ વ્યસ્તતા રહેશે. મધ્યાનનો સમય આર્થિક લાભના અવસર લઇને આવશે, પરંતુ આશા અનુરૂપ સફળતા નહીં મળે. કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધા ઓછી હોવાનો લાભ ઉઠાવી શકશો. અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે. નોકરીયાત વર્ગને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડશે.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ કન્યા રાશિ : આજે તમારાં કાર્યોમાં અડચણો આવી શકે છે, જેના કારણે નવા વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. પૈસાને લઇને કોઇની સાથે સામાન્ય વિવાદ પણ ગંભીર સ્વરૂપ લઇ શકે છે, તેથી નાણાકીય મુદ્દાઓને પ્રાથમિકતા આપો. કામધંધામાં આર્થિક લાભ થશે પરંતુ ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક પરેશાનીઓ પણ થઇ શકે છે. અનાવશ્યક વિષયો પર ચર્ચા કરવાથી દૂર રહો.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ તુલા રાશિ : આજનો દિવસ આનંદદાયક રીતે પસાર થશે અને તમે લગભગ દરેક ક્ષેત્રમાં સફળ રહેશો. જેની પાછળ પરિવારજનોનું વિશેષ યોગદાન રહેશે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ ઉત્તમ સાબિત થશે, ખાસ કરીને વેપારી વર્ગને આજે લાભના અવસરો મળશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ વૃશ્ચિક રાશિ : આજે બિનજવાબદાર વ્યવહારથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. દરેક કામમાં સંદેહના કારણે પરિવાર અથવા કાર્યક્ષેત્રે તણાવ રહી શકે છે. કોઇ દૂરના સંબંધી તરફથી દુઃખદ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઇની બીમારી પાછળ ખર્ચ થઇ શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ ધન રાશિ : આજે ઘરેલુ અને સામાજિક ક્ષેત્રે તમારાં વિચારોના વખાણ થશે, અજાણ્યા લોકો પણ તમારી વાતોથી પ્રભાવિત થશે, નવા મિત્રો તથા જનસંપર્ક વધશે. બપોર બાદ સ્વાસ્થ્યને લગતી કોઇ ફરિયાદ થઇ શકે છે. જૂના અટકેલા કાર્યોમાં આશ્ચર્યજનક રીતે ગતિ આવશે, આકસ્મિક ધન લાભ પણ થશે. પરિવારના લોકો સહયોગ કરશે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ મકર રાશિ : આજે કોઇને કોઇ કારણોસર માનસિક કષ્ટમાં રહેશો, સાવધાનીપૂર્વક કરેલા કાર્યમાં પણ સફળતા નિશ્ચિત છે. સરકારી હસ્તક્ષેપથી કાર્યક્ષેત્રે દબાણ રહેશે. કાર્યભાર વધારે રહેવાથી સ્વભાવ ચિડિયો રહી શકે છે. જૂના કામને પૂરાં કરવા પર અધિક ધ્યાન આપો. પરિવારજનોની વાત સાંભળો.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ કુંભ રાશિ : આજે સામાજિક અને પારિવારિક ક્ષેત્રે માહોલ આશા અનુરૂપ રહેશે, આજે સંપત્તિ સંબંધિત કાર્યો કરવા શુભ રહેશે. સરકાર તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. ધાર્મિક ક્ષેત્રમાં યોગદાન માટે તમારું સન્માન થઇ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, આર્થિક લાભ મોડેથી મળી શકે છે.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
શુક્રવાર, 20 ઓક્ટોબર 2023
દૈનિક રાશિફળ મીન રાશિ : આજનો દિવસ તમારાં માટે મિશ્ર ફળદાયી રહેશે. દિવસના પહેલાં ભાગમાં તમે શારિરીક રીતે અક્ષમ રહેશો અને વધારે આળસના કારણે ઉત્સાહમાં ઉણપ રહેશે. બપોર સુધી માહોલ સ્થિર થશે, તમે તમારી જવાબદારીઓને સમજશો અને વિશેષ વ્યક્તિના માર્ગદર્શનથી કાર્યક્ષેત્રે લાભ મેળવી શકશો. સ્વાસ્થ્ય પણ સામાન્ય થશે. સાંજે આર્થિક લાભના અવસર પ્રાપ્ત થશે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Libra, Scorpio, Virgo, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel