
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેમાં PM મોદી 31 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયાની વધુ એકવાર મુલાકાત લેશે. જેમાં SOU ખાતે સરદાર જયંતીએ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. તથા નવા આકર્ષણોનું ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કરશે. રાષ્ટ્રીય એકતા પરેડની મહત્વની જવાબદારી આધિકારીઓને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2022માં એકતા પરેડમાં હાજરી આપીને દિપાવ્યો હતો. આ વર્ષે પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સરકારે જાહેર કરી છે. આ 31 ઓક્ટોબરે કેવડિયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી હાજર રહેનાર છે. સતત 2018થી અહીંયા 31 ઓક્ટોબરે એકતા પરેડ થાય છે. જે આ વર્ષે પણ થનાર છે. રાષ્ટ્રીય એકતા પરેડની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ એવા કેટલાક આધિકારીઓએ તો કેવડિયામાં ધામા નાખી દીધા છે. આ વર્ષે ભવ્યતિ ભવ્ય ઉજવણી થનાર હોય, તેની તૈયારીઓ આરંભી દીધી છે.
તાજેતરમાં બીએસએફ્ના ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ અહીંયા એક વાર આવી ચુક્યા છે. નવા આકર્ષણમાં આ વર્ષે પણ નવું સ્નેક હાઉસ, અનેક મ્યુઝિયમો બનાવવામાં આવ્યા છે. વિઝીટર સેન્ટર, પબ્લિક સાયકલીગ શેરિંગ, ઇ-બસ, ઓથોરાઈઝડ ગાઈડ સર્વિસ, ફેમિલી બોટ – SOU ટૂ નર્મદા ડેમ, સ્પીડ બોટ – SBB TO SOU, 100 બેડની ટ્રોમાં હોસ્પિટલ ભૂમિપૂજન ઓપન જંગલ સફારી ( કેનાલ 0 પોઇન્ટ પાસે ) આ બાબતોનું વર્ષ 2023-2024 ના ગુજરાત સરકારના બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવા મોટા કરોડોના આકર્ષણોના લોકાર્પણ અને ભૂમિપૂજન આગામી 31 ઓક્ટોબરે થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi News - Latest Politics New in Gujarati - Ekta Pared 2023 At Statue of Unity - PM Modi Visit Gujarat Kevdiya Narmda