
Dubai Gold Bicycle Price : દુબઇ તેના વૈભવી જીવન માટે જાણીતું છે. અહીં તમે લક્ઝરી કાર(Luxury Cars) અને બાઈકના કલેક્શન વિશે સાંભળ્યું હશે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ હવે એક સાઇકલ તેની કિંમતના કારણે વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચી રહી છે. શું તમે કયારેય એવી સાઈકલ જોઈ છે જેની કિંમત કરોડોમાં છે?
તમને જણાવી દઈએ કે હાલમાં જ દુબઈમાં એક સાઈકલ રજૂ કરવામાં આવી છે જેની કિંમત વિશ્વની સૌથી વૈભવી અને આરામદાયક કાર Mercedes-Benz અને Rolls-Royce કરતા પણ વધુ લગભગ ૩.૪૦ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તમે વિચારશો કે સાઈકલ (Bicycle)ની કિંમત આટલી વધારે કેમ છે? વાસ્તવમાં આ સાયકલ સંપૂર્ણપણે સોનાની બનેલી છે.તાજેતરમાં UAE ના શારજાહમાં ૫૨મી વોચ એન્ડ જ્વેલરી એક્સ્પો ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં દુબઈના અલ રોમૈઝાનના ગોલ્ડ એન્ડ જ્વેલરી સ્ટોરે આ સોનાની સાયકલનો અંદાજ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ ગોલ્ડન સાઈકલ (Gold Bicycle Price)ની કિંમત દુબઈની કરન્સી પ્રમાણે ૧૫ લાખ દિરહામ રાખવામાં આવી છે. તેથી આ સાયકલની કિંમત ભારતીય ચલણમાં અંદાજે ૩.૪૦ કરોડ રૂપિયા હશે.
આ સાઈકલ શુદ્ધ ૨૪ કેરેટ સોનામાંથી બનાવવામાં આવી છે. અલ રોમૈઝાનના ગોલ્ડ એન્ડ જ્વેલરી સ્ટોરના સંચાલકોએ તેને જ્વેલરી એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરી છે. આ સાયકલમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે. વાસ્તવમાં તેને બ્રિટિશ રેસની સાઇકલની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. આ ગોલ્ડન સાયકલનું કુલ વજન લગભગ ૭ કિલો છે. જે પૈકી ૪ કિલો ૨૪ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગોલ્ડન સાયકલના હેન્ડલ બાર, વ્હીલ સ્ટે, ગિયર અને ચેન વગેરે સોનાના બનેલા છે. ઉપરાંત આ સાયકલને ચમકદાર ફિનિશિંગ સાથે શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે આ સોનાની સાઇકલને સંપૂર્ણપણે હાથથી ડિઝાઇન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ગોલ્ડન સાયકલ બનાવવા માટે ૨૦ કર્મચારીઓએ છ મહિના સુધી સતત કામ કર્યું છે. આ સાયકલના ખરીદદારો તેને માત્ર ઘરે શોપીસ તરીકે જ રાખવા ઉપરાંત તેને રસ્તા પર પણ ચલાવી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Dubai Luxurious Life Style - Dubai Gold Rate - Dubai Best Things - Today Gold Price