
દરરોજ કલાકો સુધી કામ કરતા કર્મચારીઓને કોઈંક દિવસ કામ કરવાનું મન થતું નથી. તેમ છતાં, તેને કામ કરવું પડે છે. મોટાભાગના કર્મચારીઓને અઠવાડિયામાં એક દિવસ રજા હોય છે. જ્યારે કેટલાકને અઠવાડિયામાં 2 રજાઓ મળે છે, પરંતુ વિચારો કે જો કોઈ કંપની તેના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ કરવા માટે બોલાવે તો?
આ કલ્પના હવે વાસ્તવિક સાબિત થઈ છે. તાજેતરમાં, જાપાનની પેનાસોનિક કંપનીએ તેના કર્મચારીઓ માટે કામ માટે અઠવાડિયામાં 4 દિવસ નક્કી કર્યા છે. બાકીના ત્રણ દિવસ કર્મચારીઓ રજાનો આનંદ માણી શકશે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે કઈ કંપનીઓ અને કયા દેશોમાં આવી છુટછાટ મળે છે જ્યાં કર્મચારીઓના કામની સાથે તેમના આરામનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
1. કેનન(CANON) કંપની
કેમેરા, પ્રિન્ટર જેવા ઉપકરણો બનાવતી કંપની કેનનની બ્રિટિશ શાખાએ પણ આવો જ નિર્ણય લીધો છે. આ કંપની તેના કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવા માટે બોલાવે છે. અને તે સિવાયના બાકીના 3 દિવસ વીકઓફ આપે છે. ઓછા કામના બદલામાં કર્મચારીઓનો પગાર પણ કાપવામાં આવતો નથી. હાલ માટે, કંપનીએ આ વિચારને એક પ્રયોગ તરીકે રાખ્યો છે. આ એક પ્રકારનો ટ્રાયલ રન છે.
2. જાપાનની પેનાસોનિક કંપની(PANACONIC)
જાપાનની પેનાસોનિક કંપની દેશમાં સૌથી વધુ 3 દિવસ વીકઓફ આપનારી પહેલી કંપની છે. અહીંના કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરે છે અને 3 દિવસની રજા હોય છે. જે કંપનીઓના કર્મચારીઓ માટે મદદરૂપ બને છે કર્મીઓને પરિવારના સભ્યોની સંભાળ રાખવા માટે રજાની જરૂર હોય છે. જાપાન જેવા દેશ માટે આ નિર્ણય વાજબી છે કારણ કે અહીંના લોકો વિશ્વમાં સૌથી વધુ કામ કરતા લોકોમાં ગણાય છે. આ જ કારણ છે કે અહીં વધુ પડતા કામના કારણે લોકોના મોતના સમાચાર સામાન્ય બની ગયા છે.
3. UAEની મોટા ભાગની કંપની
ગયા વર્ષે 7 ડિસેમ્બરે, સંયુક્ત આરબ અમીરાતે જાહેરાત કરી હતી કે હવે તેના કર્મચારીઓએ અઠવાડિયામાં માત્ર સાડા ચાર દિવસ કામ કરવાનું રહેશે, તેથી તેમને દર અઠવાડિયે અઢી દિવસની રજા મળશે. અઢી દિવસની રજાની આ પ્રથા 1 જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવી છે. અને શુક્રવારે બપોરે 12 વાગ્યેથી વીકઓફ આપવામાં આવે છે જેથી કર્મચારીઓ શુક્રવારની નમાજ અદા કરી શકે. અને બાકીના બે દિવસ રજા માણી શકે..
4. આઇસલેન્ડ
આઈસલેન્ડે પણ 2015 અને 2019 વચ્ચે આવો પ્રયોગ કર્યો હતો જ્યારે કર્મચારીઓને 40 કલાક નહીં પણ અઠવાડિયામાં માત્ર 35-36 કલાક કામ કરવાનું હતું. એકંદરે, કર્મચારીઓ તેમના કામના કલાકોના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે અઠવાડિયામાં 4 દિવસ કામ કરતા હતા. આ પ્રયોગ પછી કર્મચારીઓની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો હતો.
5. સ્પેન અને ન્યુઝીલેન્ડ
આ બંને દેશોમાં પણ સમયાંતરે કામના કલાકો ઓછા કરવામાં આવ્યા છે. આ દરમિયાન કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરે છે. અને બાકીના ત્રણ દિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે વ્યતિત કરે છે...