
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સંસ્થાએ સેના સાથે મળીને એક ખાસ પ્રકારની રોકેટ સિસ્ટમ બનાવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રોકેટ સિસ્ટમ દર 4 સેકન્ડે એક મિસાઈલ છોડવામાં સક્ષમ છે. Pinaka Mk-I અને Pinaka Area Denial Munition નામની આ રોકેટ સિસ્ટમ્સનું તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોખરણ ફાયરિંગ રેન્જમાં રોકટ સિસ્ટમનુ સફળ પરિક્ષણ થયુ હતુ, જેમાં આ રોકેટ સિસ્ટમ દ્વારા 44 સેકન્ડમાં 12 મિસાઈલ છોડી હતી. તેની રેન્જ 7 કિમીના નજીકના લક્ષ્યથી 90 કિમીના દૂરના લક્ષ્ય સુધી માર કરવાની છે. આ રોકેટ લોન્ચરના ત્રણ વેરિઅન્ટ બનાવવામાં આવ્યા છે - MK-1, MK-2 અને MK-3, જે અલગ-અલગ રેન્જ પર પ્રહાર કરી શકે છે.
મળતી માહિતી મુજબ, 'પિનાકા'ને ભારતની સરહદો પર તૈનાત કરવામાં આવશે, જેથી દુશ્મનોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય. આ મિસાઇલ રેજિમેન્ટને 2024 સુધીમાં શરૂ કરવાની યોજના હાલ બનાવવામાં આવી છે.
પિનાકા મિસાઇલ સિસ્ટમ 44 સેકંડમાં 12 મિસાઇલ લોન્ચ કરે છે. એટલે કે 4 સેકન્ડમાં એક મિસાઇલ ફાયર છે. દુશ્મનો સામે તે સૌથી વધુ શક્તિશાળી છે. રૉકેટ લૉન્ચરની રેન્જ 7 કિલોમીટરથી 90 કિલોમીટર દૂર સુધીની છે..