Maneka Gandhi On ISCON Temple : ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધીએ ઈસ્કોન એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ઈસ્કોનમાં મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, "અહીં ગાયોને ગૌશાળામાંથી બહાર કાઢીને કસાઈઓને વેચવામાં આવે છે."
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રાણી અધિકારના ક્ષેત્રમાં સતત સક્રિય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઈસ્કોન દેશની 'સૌથી મોટી છેતરપિંડી' છે. તેમણે કહ્યું, 'તે મોટી મોટી ગૌશાળા ચલાવે છે અને સરકાર તરફથી વિશાળ જમીન સહિત અનેક લાભો મેળવે છે.' કહેવામાં આવી રહ્યું છે કે તેમના નિવેદનનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોની ચકાસણી અમે કરી નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બીજેપી સાંસદે આંધ્રપ્રદેશની ગૌશાળાનો ઉલ્લેખ કર્યો. તેણીએ જણાવ્યું કે, હું ઈસ્કોનની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી, જયાં એક પણ ગાય એવી ન મળી કે જે દૂધ આપતી ન આપ્યું હોય. તેમજ સમગ્ર ગૌશાળામાં એક પણ વાછરડું ન હતું. તેમણે કહ્યું, 'ડેરીમાં દૂધ ન આપતી હોય તેવી એક પણ ગાય ન હતી. ત્યાં એક પણ વાછરડું ન હતું. આનો અર્થ એ છે કે દરેક દુધ આપનારની તેમજ વાછરડા વેચાઈ ગયા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે, 'ઇસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેમની જેમ આ કામ કોઈ કરતું નથી અને શેરીઓમાં 'હરેરામ હરે કૃષ્ણ' ગાય છે. આ પછી કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે. કદાચ તેઓ જાણતા હશે કે મેનકા ગાંધીનો આ ઈન્ટરવ્યુ લગભગ એક મહિના જૂનો છે. કહેવામાં આવી રહ્યું છે કે 'મધર્સ મિલ્ક' નામની ડોકયુમેન્ટ્રી બનાવનાર ડો.હર્ષાત્મકુરીએ બીજેપી સાંસદ સાથે વાત કરી હતી. પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ ઈસ્કોન મંદીરે પણ સમગ્ર બાબતે પોતાનો પક્ષ રાખ્યો છે. અને તમામ આરોપો ફગાવ્યા છે.
ઈસ્કોન મંદીરે મેનકા ગાંધીના આરોપોને ફગાવી દીધા છે. ઈસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું કે, તેઓ કસાઈઓને ગાયો વેચતા નથી. “ધાર્મિક સંસ્થા ગાય અને બળદના રક્ષણ અને સંભાળમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મોખરે રહી છે. ગાયો અને બળદ માટે અમે અમારૂ જીવન સમર્પણ કરીએ છીએ અમે કોઈપણ ગાય વંશને કસાઈઓને કથિત રીતે વેચતા નથી”
દાસે વધુમાં ઉમેર્યું હતું કે, ઇસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણની પહેલ કરી છે જ્યાં ગૌમાંસ મુખ્ય આહાર છે. ઇસ્કોન, વિશ્વનો સૌથી પ્રભાવશાળી કૃષ્ણ સંપ્રદાય હરે કૃષ્ણ ચળવળ સાથે સંકળાયેલો છે. સંસ્થાના વિશ્વભરમાં સેંકડો મંદિરો અને લાખો ભક્તો છે. જે ગૌરક્ષા અને શ્રીકૃષ્ણ ભક્તીને પ્રથમ પ્રાધાન્ય આપે છે. આ સાથે તેમણે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં ગૌશાળામાં દુધ ન આપતી ગાયો અને વાછરડાઓ બતાવવામાં આવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - દેશ વિદેશ તાજેતરના સમાચાર