
Online Fraud Cyber Crime : ઘરે બેઠા પેન્સિલનું પેકિંગ કરીને ઓનલાઈન હજારો પૈસા કમાઓ..(Work From Home pencil packging) આવી જાહેરાત તમે જૂઓ તો ચેતજો..! કારણ કે આવી જાહેરાત પૈસા કમાવવાના નામે છેતરપિંડી આચરી રહી છે. જેને લઈને પેન્સિલની બ્રાન્ડેડ કંપનીઓએ હવે કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આવા લેભાગુ તત્વો સામે પગલા લીધા છે. ૧૯૫૮માં સ્થપાયેલી લેખન સામગ્રી અને સ્ટેશનરી વસ્તુઓના પ્રખ્યાત ભારતીય ઉત્પાદક, હિંદુસ્તાન પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ (HPPL), ખોટી નોકરીના કૌભાંડોથી નિર્દોષ લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે.
તાજેતરના સમયમાં, કંપનીએ નોંધ્યું છે કે તેની આઇકોનિક બ્રાન્ડ નટરાજ અને અપ્સરાના નામે ખોટી રીતે છેતરપિંડીયુક્ત જોબ ઑફરોના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ધોકાધડીઓ એચપીપીએલ ના કાયદેસર પ્રતિનિધિઓ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. તેઓ ગૂગલ, લિંકેડીન, વહાર્ટસઅપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ સહિત વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા ઘર બેસી પેન્સિલ પેકેજિંગ નોકરીની તકો માટે નિર્દોષ વ્યક્તિઓને છેતરવા માટે એચપીપીએલ ના નોંધાયેલ ઓફિસ સરનામા તેમજ તેમના કર્મચારીઓના ચિત્રોનો દુરુપયોગ કરે છે.
એડવાન્સ ટેક્નોલોજી દ્વારા વર્ષ ૧૯૫૮થી પેન્સિલ અને અન્ય સ્ટેશનરી વસ્તુઓના ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે, એચપીપીએલ એ ક્યારેય હોમ પેન્સિલ પેકિંગ જોબના કામની આવી કોઈ રોજગાર ઓફરને અધિકૃતતા આપી નથી. એચપીપીએલ માં ભરતી એક સુસ્થાપિત પસંદગી પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે છે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે એચપીપીએલ દ્વારા કોઈપણ વેબસાઇટ અથવા એજન્સીઓને તેની સાઇટ પર નોકરીની ખાલી જગ્યા બતાવવા અથવા એચપીપીએલ વતી ભરતી માટેની કોઈપણ અરજી સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી નથી. તેઓ કોઈપણ સંજોગોમાં નોકરી ઇચ્છુકો પાસેથી કોઈપણ પ્રકારના નાણાંની માંગણી પણ કરતાં નથી. તેથી, એવી કોઈપણ જોબ પોસ્ટિંગ કે જેમાં ઘરેથી કામ કરવા માટે પેન્સિલ પેકિંગ જોબના બદલામાં પૈસા માંગવામાં આવે છે તે બધી ખોટી, બોગસ અને નકલી છે.
હિન્દુસ્તાન પેન્સિલ્સે આ ધોકાધડીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને આ છેતરપિંડીયુક્ત નોકરીની ઓફરનો પ્રચાર કરવા માટે જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી છે. અત્યાર સુધી એચપીપીએલ ફેસબુક પર નકલી જાહેરાતો પર નજર રાખવા માટે સતર્ક રહી છે અને તેણે ઘરેથી પેન્સિલ પેકિંગના નકલી જોબ વર્ક ધરાવતા ૯૯૧ પેજને સફળતાપૂર્વક દૂર કર્યા છે. તેઓએ ઈન્ડિયામાર્ટ પોર્ટલ (IndianMart Portal) પર ઘરેથી નકલી પેન્સિલ પેકિંગ જોબ વર્ક દર્શાવતા ૧૧ પેજને સફળતાપૂર્વક ઉતારી લીધા છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati