
(Janmashtami) જન્માષ્ટમી નિમિત્તે અનેક સ્થળોએ આયોજિત દહીં હાંડી (Dahi handi)કાર્યક્રમો દરમિયાન અકસ્માતના અહેવાલો સામે આવ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રના બુલઢાણામાં પણ દહીં હાંડી તહેવાર દરમિયાન એક દુ:ખદ અકસ્માત જોવા મળ્યો હતો. ઉજવણી દરમિયાન દહીં હાંડીના દોરડા સાથે જોડાયેલ ઘરની બાલ્કની પડતાં 9 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટનામાં એક બાળકી પણ ઘાયલ થઈ છે. ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જ્યારે 9 વર્ષની બાળકીને બચાવી શકાઈ ન હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના દેઉલગાંવ રાજા શહેરમાં ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર લોકો દહીં હાંડીનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા. નજીકના ઘરની બાલ્કનીમાંથી દહીં હાંડી લટકાવવામાં આવી હતી. દહીં હાંડી તોડતી વખતે દોરડું નીચે ખેંચાઈ જતાં ઘરની બાલ્કની પણ નીચે ઊભેલા લોકો પર પડી હતી. બાલ્કની પડતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાલ્કનીના કાટમાળ નીચે દબાઈ જવાથી એક બાળકીનું મોત થયું હતું જ્યારે બીજી ઈજાગ્રસ્ત થઈ હતી. આ દુઃખદ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેનો વીડિયો અહીં આપેલ છે.
મહારાષ્ટ્રમાં દહીં હાંડી કાર્યક્રમમાં ગોવિંદાઓ ઘાયલ થયાના સમાચાર વિવિધ સ્થળોએથી બહાર આવી રહ્યા છે. ANIના અહેવાલ મુજબ મુંબઈમાં જ અલગ-અલગ કાર્યક્રમોમાં લગભગ 195 ગોવિંદા ઘાયલ થયા છે. જ્યારે તેમાંથી ઘણાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે ઘણા હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
ગત વર્ષે વિર્લે પાર્લેમાં પણ એક આવી જ મોતની ઘટના બની હતી. ત્યાર બાદ સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતાં અને વિવાદ થયો હતો. કૃષ્ણ જન્મોત્સવ વખતે દહીં હાંડીના વિલે પાર્લેમાં કરવામાં આવેલા એક આયોજન વખતે સાતમા થરથી નીચે પટકાય જતાં એક ગોવિંદાનું મૃત્યુ થયું હતું. ગત વર્ષે દહીં હાંડીમાં મુંબઈમાં 222 ગોવિંદાઓને ઈજા થઈ હતી. વધારે ઊંચાઈનો માનવ પિરામિડ બનાવવામાં જીવનું જોખમ હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે 20 ફુટથી વધુ ઊંચાઈના થર લગાવવાની મનાઈ કરી હોવા છતાં અનેક ગોવિંદા મંડળોએ મર્યાદિત ઊંચાઈથી વધુ ઊંચાઈ રાખી હોવાનું જાણવા મળ્યું હતું. સંદેશ દળવી શિવશંભુ ગોવિદા મંડળમાં સામેલ થયો હતો અને વિલે પાર્લેમાં બાવન પાડા વિસ્તારમાં એક મટકી ફોડવા માટેના પ્રયાસમાં સાતમા થર પરથી નીચે પટકાયો હતો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - viral News In Gujarati