'King Of Salangpur' Statue Controversy : ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનદાદા ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલમાં બનાવેલા ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ગઈકાલે સરકારસ્તરે યોજાયેલી બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જે મોડી રાત્રીએ અમલમાં મૂકાયો હતો. જો કે વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાંથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રના વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે બેઠક મળી હતી. ડૉ.વલ્લભ સ્વામીની આગેવાનીમાં CM સાથેની બેઠક બાદ ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
તો બીજી તરફ ગાંધીનગરમાં બેઠક પૂરી થઈ પછી અમદાવાદમાં સંતોના મેરેથોન મંથનનો બીજો તબક્કો શરૂ થયો હતો. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ, સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ પણ હાજર રહ્યાં હતા. તેમજ સનાતનના અને સાધુ સંતો પણ હાજર રહ્યાં હતા.
પરંતુ એવામાં હજુ આ વિવાદનો અહીં અંત આવે છે. કે સનાતની સંતો મહંતોની તમામ માંગણી સ્વિકારવામાં આવી છે કે કેમ તે અંગે અસમંજસતા સેવાયેલી છે. ત્યારે જ્યાંથી વિવાદ શરૂ થયો હતો. ત્યાં વિવાદનું પુર્ણ વિરામ મુકવામાં આવશે કે ત્યાંથી નવા જ વિવાદને જન્મ મળશે તે હવે ભવિષ્યમાં સામે આવશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Salangpur Controversy News In Gujarati