• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ચોટીલા ડુંગર પર કેમ રાત્રે કોઇ રોકાતુ નથી ? જાણો ચોટીલા ડુંગરના અદ્દભૂત ઈતિહાસ અને ચામુંડા માતાજીની દંતકથા વિશે...

ચોટીલા ડુંગર પર કેમ રાત્રે કોઇ રોકાતુ નથી ? જાણો ચોટીલા ડુંગરના અદ્દભૂત ઈતિહાસ અને ચામુંડા માતાજીની દંતકથા વિશે...

05:02 PM September 01, 2023 admin Share on WhatsApp



સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલુ ચોટીલાધામ (chotila mandir). અહીં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા માતાજી બિરાજે છે. ચોટીલા ડુંગરની 1,173 ફૂટની ઊંચાઇ પર બિરાજિત ચામુંડા માતાજી હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. સમગ્ર વિશ્વમાંથી અનેક લોકો ક્યાંય ક્યાંયથી માતાજીના દર્શન કરવા ચોટીલા (chotila) આવે છે. ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર ( Chotila temple ) સાથે જોડાયેલી કેટલીક દંતકથા, અને રોચક ઇતિહાસ વિશે.

chotila chamunda maa original photo kuldevi chamunda mataji temple mandir hd photo

⇒ ચોટીલા ડુંગરના કેટલા પગથિયા છે ?

ચોટીલાના ડુંગર પર આશરે 655 જેટલા પગથિયા (Chotila steps)ચઢીને જઇએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે. જે લોકો ડુંગર ન ચઢી શકે તેવા લોકો માટે ડુંગરની તળેટીમાં પણ ચામુંડ માતાજીની પ્રતિમા (Chamunda Mataji Photo) સ્વરૂપે મંદિરમાં બિરાજમાન છે. સાથે જ થોડે દુર ચામુંડા માતાજીનો મઢ પણ આવેલો છે.

⇒ ચામુંડા નામ કેવી રીતે પડ્યુ ?

હજારો વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવુ હરામ કરી નાંખ્ય હતું. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી તેમજ રાક્ષસો ઋષિમુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા.  એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઇને  આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરુ કર્યુ. ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનુ આહ્વાન કર્યુ અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.

chotila chamunda maa original photo kuldevi chamunda mataji hd photo

⇒ ચોટીલા ડુંગરનો ઈતિહાસ

ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્‍યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧પપ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહીલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્‍તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્‍છના રબારી તથા આહીર સમાજ, દીવ – સોમનાથ-વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્‍ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.

⇒ શું છે માન્યતા ?

ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે.  એવુ પણ કહેવાય છે કે ચામુંડાએ તાંત્રિકની દેવી પણ છે. જો કોઇ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતુ હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો  નાશ થાય છે.  વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે.  ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે.અહીં આવનાર ભક્તોને માતાજી હાજરાહજુર હોવાનો અનુભવ થાય છે.

chotila chamunda maa original photo kuldevi chamunda mataji temple mandir hd photo

⇒ ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઇ રોકાતુ નથી ?

ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઇ પણ મનુષ્ય ત્યાં ફરકતુ નથી. એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે  આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે.  સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે.  એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે. 

⇒ ચોટીલા ડુંગરના ટ્રસ્ટનું શું છે કહેવુ ?

ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

⇒ અહીં સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે

માતા ચામુંડાને ચોસઠ જોગણીઓ અને એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણના થાય છે.જે કોઈ અહીં દર્શન કરવા આવે છે તેને માતાજીના પરચા અચૂક મળે છે.અને માતાજીની સામે શીશ ઝુકાવીને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે. ખાસ કરીને મંદિરના પાછળના ભાગ પર માનતાપૂર્તિ કરવા માટે સિક્કાઓ ચોંટાડે છે.ને કહેવાય છે,સાચા મનથી ભક્તો અહીં સિક્કો ચોંટાડે અને તેમનો સિક્કો અહીં ચોટી જાય તો તેમની તમામ મનોકામના પૂરી થાય છે,એવી માન્યતા છે.ચામુંડા માતાજીનું વાહન એવા સિંહ પર કંકુ અર્પણ કરવાનું વિશેષ મહિમા છે.

chotila chamunda maa original photo kuldevi chamunda mataji temple mandir hd photo

⇒ અમદાવાદ અને રાજકોટથી ચોટીલા કેટલા કિલોમીટર  થાય છે?

રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવેલ છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર (Ahmedabad to Chotila distance) આશરે 190 કિ.મી અને રાજકોટથી (Rajkot to Chotila distance) આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.

chotila chamunda maa original photo kuldevi chamunda mataji temple mandir hd photo

⇒ ચોટીલાધામની વ્યવસ્થા કેવી છે ?

આ ડુંગરની પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈનું મન હરી લે છે.દૂર દૂર સુધી લીલીછમ હરિયાળી પથરાયેલી છે.ચોટીલાના ડુંગરના નીચે આવેલા તીર્થસ્થાનકો મા-ગુપ્તેશ્વર મહાદેવ,સ્વયંભૂ દેવી અને ખોડીયારમાં પોતાની બહેનો સાથે બિરાજમાન છે,જેના ભક્તો દર્શન કરે છે. અહીં ચામુંડા માતાજીના મંદિરે વિનામૂલ્યે ભોજનાલય તથા રહેવા માટે વિનામૂલ્યે અતિથિગૃહ તેમજ ભક્તિવન નામનું બાગ-બગીચા તથા ફ્રી પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - how many steps in chotila - chamunda maa photo  - maa chamunda photo  - chamunda devi - chamunda maa - chamunda mata mandir - chamunda maa na phota - chamunda chalisa - chamunda mantra - chamunda devi mandir



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 12 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal

  • 11-05-2025
  • Gujju News Channel
  • આવતા અઠવાડિયે આ બે IPO શેરબજારમાં કરશે ધડાકો, જાણો બંને કંપની વિશે...
    • 11-05-2025
    • Gujju News Channel
  • Gujarat Rain: દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવન સાથે પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા; આગામી 3 કલાક ભારે
    • 11-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 11 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 10-05-2025
    • Gujju News Channel
  • જાણો ઇનસાઇડ સ્ટોરી : ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક કેમ થયું યુદ્ધવિરામ ?
    • 10-05-2025
    • Gujju News Channel
  • Virat Kohli Test retirement: વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે, BCCIને જાણકારી આપી દીધી
    • 10-05-2025
    • Gujju News Channel
  • મધર્સ ડેના દિવસે માતાને પાઠવો પ્રેમાળ શુભેચ્છા સંદેશ : Mothers Day Wishes in Gujarati
    • 10-05-2025
    • Gujju News Channel
  • Gold Price Today: ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આજે સસ્તું થયું સોનું ! જાણો કેટલે પહોંચ્યોં ભાવ ?
    • 10-05-2025
    • Gujju News Channel
  • આજનો દિવસ કેવો રહેશે ? વાંચો 10 મે 2025 આજનું રાશિફળ - Aaj Nu Rashifal
    • 09-05-2025
    • Gujju News Channel
  • ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી! હજુ ચાર દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી, જુઓ ક્યાં નોંધાયો વરસાદ
    • 09-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us