ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું છે, તે પોઈન્ટ હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્ર પર જે સ્થાને ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા છે, તે બિંદુ હવે "તિરંગા"થી ઓળખાશે. આ સાથે બીજી મહત્વની જાહેરાત કરતા વડાપ્રધાને કહ્યું કે, 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો હતો, તે દિવસ હવે 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવામાં આવશે.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું, 'આજે હું તમારી વચ્ચે આવીને એક અલગ જ ખુશી અનુભવી રહ્યો છું. કદાચ આવી ખુશી બહુ ઓછા પ્રસંગોએ બને છે, જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધીરાઈ છવાઈ જાય છે. આ વખતે મારી સાથે પણ એવું જ થયું છે.
પીએમ મોદીએ કહ્યું, 'આપણે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ પહોંચ્યું ન હતું. આપણે તે કર્યું જે પહેલાં કોઈએ કર્યું ન હતું. 23 ઓગસ્ટનો તે દિવસ દર સેકન્ડે મારી આંખો સામે ફરી રહ્યો છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું ત્યારે અહીં ઇસરો સેન્ટર અને આખા દેશમાં લોકો જે રીતે કૂદી પડ્યા હતા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક યાદો અમર બની જાય છે. એ ક્ષણ અમર બની ગઈ. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનો નિર્ણય કર્યો છે જેના પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું છે, તે બિંદુ હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.
આ સાથે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, 'ચંદ્ર પર જે સ્થાને ચંદ્રયાન-2એ તેના પગના નિશાન છોડ્યા છે, તે બિંદુ હવે 'ત્રિરંગા' કહેવાશે. આ ત્રિરંગા બિંદુ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે, આ ત્રિરંગા બિંદુ આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી. પીએમ મોદીએ કહ્યું, 'એક સમય હતો જ્યારે આપણી ગણતરી ત્રીજી હરોળમાં થતી હતી. આજે વેપારથી લઈને ટેકનોલોજી સુધી ભારતની ગણતરી 'પહેલી હરોળ'માં ઊભેલા દેશોમાં થઈ રહી છે. 'First Row' સુધીની આ યાત્રામાં આપણી 'ઇસરો' જેવી સંસ્થાઓએ મોટી ભૂમિકા ભજવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'ભારતનું વિજ્ઞાન જ્ઞાનનો ખજાનો છે, તે ગુલામીના સમયમાં છુપાયેલો હતો. આઝાદીના સુવર્ણકાળમાં આપણેએ ખજાના પર સંશોધન કરીને તેને કાઢવાનો છે. આપણે આપણી યુવા પેઢીને આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને નવા આયામો આપવાના છે. સમુદ્રની ઊંડાઈથી લઈને આકાશની ઊંચાઈ સુધી ઘણું કરવાનું છે. તમે નેક્સ્ટ જનરેશન કોમ્પ્યુટર બનાવ્યું. ભારતમાં તમારા માટે નવી સંભાવનાઓના દરવાજા સતત ખુલી રહ્યા છે. 21મી સદીના ગાળામાં જે દેશ આ ક્ષેત્રમાં આગળ વધશે, તે દેશ આગળ વધશે. સરકાર અવકાશ ક્ષેત્રમાં પણ સતત સુધારા કરી રહી છે. છેલ્લા 4 વર્ષમાં સ્પેસ સેક્ટરમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4 થી વધીને 150 થઈ ગઈ છે. ભારતની અનંત આકાશમાં કેટલી બધી અનંત શક્યતાઓ રાહ જોઈ રહી છે. આપણા ચંદ્રયાનને લગતી ક્વિઝ સ્પર્ધા 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હું યુવાનોને તેમાં જોડાવા અપીલ કરું છું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News In Gujarati