
Vishnu Prakash IPO GMP: વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ ઓપન થઈ ચૂક્યો છે. આ કંપની સરકારી પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરે છે. અને આ આઈપીઓ હેઠળ માત્ર નવા શેર બહાર પાડવાની યોજના છે. આ ઈશ્યૂમાં આગામી સપ્તાના સોમવાર સુધી રૂપિયા લગાવી શકશો. ગ્રે માર્કેટમાં આ શેરના પ્રિમિયમની વાત કરીએ તો તેના શેર ઘણા મજબૂત સ્થિતિમાં છે. આઈપીઓ અપર પ્રાઈસ બેંન્ડથી 54 રૂપિયા એટલે 54.55 ટકાના GMP પર છે.
જો કે, માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, ગ્રે માર્કેટથી મળી રહેલા સંકેતોની જગ્યાએ કંપનીના ફન્ડામેન્ટલ્સ અને નાણાકીય સ્થિતિના આધાર પર રોકાણનો નિર્ણય લેવો જોઈએ. આઈપીઓની સફળતા પછી શેર મેનબોર્ડ એટલે કે બીએસઈ અને એસએમઈ પર લિસ્ટ થશે. કંપની 13 દેશી-વિદેશી એન્કર રોકાણકારો પાસેથી 91.77 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમને 99 રૂપિયાના ભાવ પર 92.7 લાખ શેર જારી કરવામાં આવ્યા છે.
વિષ્ણુ પ્રકાશનો 308.88 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 28 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. આ ઈશ્યૂ હેઠળ 94-99 રૂપિયાના પ્રાઈસ બેન્ડ અને 150 શેરોના લોટમાં રૂપિયા લગાવી શકે છે. કર્મચારીઓને દરેક શેર પર 9 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આઈપીઓનો અડધો હિસ્સો QIB રોકાણકારો, 15 ટકા બિન સંસ્થાકીય રોકાણકારો અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. આઈપીઓની સફળતા પછી શેરોનું એલોટમેન્ટ 31 ઓગસ્ટના રોજ ફાઈનલ થશે. ત્યારબાદ શેર બીએસઈ અને એનએસઈ પર 5 સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થશે. આઈપીઓ હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 3.12 કરોડ નવા શેર બહાર પાડશે. આ શેરો દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ મશીનરી ખરીદવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે.
આ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ડિઝાઈન કરે છે અને તેમને બનાવે છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે-સાથે ઓટોનોમસ સંસ્થાઓ માટે પણ પ્રોજેક્ટ તૈયાર કરે છે. તેનો કારોબાર દેશના 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. તે વોટર સપ્લાય, રેલવે, રોડ અને સિંચાઈ નેટવર્ક સાથે જોડાયેલી પ્રોજેક્ટ પર કામ કરે છે. કંપનીની નાણકીય સ્થિતિની વાત કરીએ તો તેનો શુદ્ધ નફો સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2021માં તેને 18.98 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો, જે આગામી નાણાકીય વર્ષ 2022માં વધીને 44.85 કરોડ રૂપિયા અને પછી નાણાકીય વર્ષ 2023માં વધીને 90.64 કરોડ રૂપિયા પર પહોંચી ગયો.
IPO GMP | Rs.54-56 |
IPO Per Share Price | Rs.94-99 (Lot Size-150) |
IPO Last Date | 28 August 2023 |
IPO Allotment Date | 31 August 2023 |
IPO Listing Date | 5 September |
(નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujju News Channel તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness News In Gujarati