• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ચંદ્રયાન 3ની સફળતા બાદ સ્પેસ સેક્ટરના આ શેરમાં તેજીનો માહોલ, એક જ દિવસમાં 15 ટકા સુધીનો આવ્યો ઉછાળો...

ચંદ્રયાન 3ની સફળતા બાદ સ્પેસ સેક્ટરના આ શેરમાં તેજીનો માહોલ, એક જ દિવસમાં 15 ટકા સુધીનો આવ્યો ઉછાળો...

03:59 PM August 24, 2023 admin Share on WhatsApp



ચંદ્રયાન-૩ના લેન્ડિંગ થતાની સાથે જ તેની સાથે સંકળાયેલા શેરની પ્રાઈઝમાં મોટો ઉછાળો આવ્યો છે.  ભારતના અવકાશી ક્ષેત્ર સાથે સંકળાયેલી ૧૩ જેટલી કંપનીઓના શેરભાવમાં આવેલા ઉછાળાને પરિણામે વર્તમાન સપ્તાહમાં ઈક્વિટીઝની માર્કેટ કેપમાં ૨.૫૦ અબજ ડોલરનો ઉમેરો થયો હતો. ચંદ્રયાન-૩ને લીધે ભારતના અવકાશી કાર્યક્રમોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે એટલું જ નહીં દેશના સ્પેસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ માટે પણ વિકાસની તકો ઊભી થઈ છે. રોકેટ સંદેશવ્યવહાર તથા નેવિગેશનમાં વપરાતા ઈલેકટ્રોનિકસ સાધનો અને મેટલ ગીઅર્સનો પૂરવઠો કરતી ૧૩ જેટલી લિસ્ટેડ કંપનીઓના શેરભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને માર્કેટ કેપમાં ૨.૫૦ અબજ ડોલરનો ઉમેરો થયો છે.

શેરની સ્થિતિ: સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 14.91 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો જ્યારે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ લિમિટેડ બીએસઈ પર 5.47 ટકા વધ્યો હતો. એ જ રીતે, MTAR ટેક્નોલોજીસ 4.84 ટકા અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો શેર 3.57 ટકા વધ્યો હતો. સંરક્ષણ કંપની ભારત ફોર્જના શેરમાં 2.82 ટકા, એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ 1.72 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 1.42 ટકાનો વધારો થયો છે.

મજબૂત વલણ જોવા મળ્યું: ખાસ વાત એ છે કે ટ્રેડિંગ દરમિયાન આ રાઇટ્સ કંપનીઓના શેર છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિ.ના વડા (રિટેલ રિસર્ચ) સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનમાં ઉપયોગમાં લેવાતા ઘટકોની સપ્લાય કરતી અનેક સંરક્ષણ કંપનીઓના શેર સફળ ઉતરાણની સંભાવના પર વધ્યા હતા. સ્ટોક્સબૉક્સના ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ રિચેસ વનારાએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ પહેલા સ્ટોક ટ્રેડિંગ દરમિયાન બજારમાં L&T, MTAR અને HAL જેવી સંરક્ષણ કંપનીઓમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું.

ચન્દ્રયાન-૩ બાદ ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આગામી વર્ષમાં અનેક અવકાશી કાર્યક્રમો હાથ ધરવાની તૈયારીમાં છે. જેમાં વિશ્વના કેટલાક દેશો પણ જોડાવા માટે ઉત્સુક છે.  


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

  • 25-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us