
સાસરિયા માટે વહુ દિકરી સમાન હોય છે. પરંતુ રાજકોટમાં એક એવી શર્મસાર ઘટના સામે આવી છે, જે સમગ્ર સમાજ માટે શરમજનક છે. રાજકોટમાં રહેતી એક પરિણીતાએ સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય એવી ફરિયાદ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના સસરાને નાણાંની જરૂર હતી એટલે તેના ન્યૂડ વીડિયો ઉતારીને પોર્નોગ્રાફી સાઈટ પર લાઈવ શો કરાવતા હતા, જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક દિવસ પતિ અને સસરા તેને હોટલે લઈ ગયા હતા, જ્યાં તેના સસરાએ અગાઉથી ત્રણ કોલગર્લ બોલાવી હતી. સસરાએ તે બતાવી તેને કહ્યું, મારો પુત્ર આ કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે એ રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું છે. આ પછી તેના સસરા બે કોલગર્લ લઈને રૂમમાં, જ્યારે તેનો પતિ ત્રીજી કોલગર્લ લઈને બીજા રૂમમાં જતો રહ્યો હતો. પતિએ તેને એ રૂમમાં આવવાનું કહ્યું હતું. તેણે ઈનકાર કરતાં બળજબરીથી લઈ ગયો હતો, જ્યાં તેના પતિએ કોલગર્લ સાથે જુદી-જુદી રીતે સેક્સ કરી તેને પણ ઘરે આ રીતે સેક્સ કરવું પડશે એમ કહ્યું હતું. આ પછી પતિ ઘરે બળજબરી કરીને તેની ઈચ્છા વિરુદ્ધ જુદી-જુદી રીતે સેક્સ કરીને હેરાન કરતો હતો.
આ પણ વાંચો : ઉદયપુરનું ડર્ટી પિક્ચર: સૌંદર્યથી ભરપૂર મહિલાએ વૃદ્ધને બોલાવ્યો હોટલના રૂમમાં અને પછી...
આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....
એકાદ મહિના પહેલાં તેના સસરાએ તેની પાસે આવી કહ્યું, એક પોર્નોગ્રાફી વેબસાઈટ છે, જેમાં આપણે તારા ન્યૂડ વીડિયો મૂકીશું તો એ જોઈને લોકો આપણને ટોકન આપશે. જે ટોકન સીધા બીટકોઈનમાં અને બાદમાં ઈન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થઈ જશે, જેનો તેણે વિરોધ કર્યો હતો. સસરાએ ઈમોશનલ બ્લેકમેઇલિંગ કરી કહ્યું, આપણે તારો ફેસ નહીં બતાવીએ. તને માસ્ક પહેરાવી દઈશું, તું ફેમિલીને હેલ્પ કરવા માટે આટલું તો કરી શકે ને, આ બાદ એક દિવસ સસરાએ તેનાં બધાં કપડાં કઢાવી નખાવ્યાં બાદ અલગ-અલગ રીતે એક્ટિંગ કરવાનું કહ્યું હતું. એમ પણ કહ્યું કે કોઈ પુરુષ જોતો હોય તો તેને સેક્સ અંગેની ફીલિંગ આવવી જોઈએ. બાદમાં સસરાએ તેને ન્યૂડ વીડિયો બતાવીને તે રીત એક્ટિંગ કરવાની સૂચના આપી હતી. આ બાબતનો વિરોધ કર્યો હતો, પરંતુ પતિ માન્યો નહિ. અને ટેબલ પર વીડિયો ચાલુ કરી દીધા બાદ પત્નીનો ન્યૂડ વીડિયો મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો.
પતિએ આ વીડિયો તેના સસરાને મોકલતા સસરાએ વીડિયો સાસુ સાથેના વ્હોટ્સએપ ગ્રૂપમાં મૂકી દીધો હતો. આવું ઘણા દિવસ સુધી ચાલતાં પરિણીતાને ગુપ્ત ભાગે ઈન્ફેક્શન થઈ જતાં સસરાએ મલમ લગાડી આપવાનું કહ્યું હતું, પરંતુ તેણે ઈનકાર કરતાં બળજબરીથી મલમ લગાવી આપ્યો હતો. આખરે કંટાળીને તે પિયર જતી રહી હતી, જ્યાં વાલીઓને આપવીતી જણાવી હતી. બીજી તરફ પતિ, સાસુ-સસરા તેને પાછા ઘરે લઈ આવવા માટે ખૂબ જ દબાણ કરતાં હતાં, પરંતુ કંટાળીને આખરે તેણે ફરિયાદ નોંધાવી હતી.
તેણે સસરા વ્હોટ્સએપ ગ્રૂપમાં વીડિયો મૂકતા હોવાથી એનો વિરોધ કર્યો હતો, પરંતુ પતિએ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ સસરાએ તેના રૂમમાં CCTV કેમેરા ફિટ કરાવી દીધા હતા, જેનો તેણે વિરોધ કરતાં પતિએ કહ્યું- પપ્પાએ ફિટ કરાવ્યા છે એટલે ભલે રહ્યા. આ પછી તે પતિ સાથે ફિઝિકલ રિલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દૃશ્યો જોતા હતા, જેનો પણ તેણે વિરોધ કર્યો હતો.
રાજકોટની ઘટનામાં સસરાએ પુત્રવધુ પાસે 10 વખત સેક્સ શો લાઈવ કરાવ્યો હતો. જેમાં તેને 700 ટોકનની કમાણી થઈ હતી. જોકે આ રકમ ક્રિપ્ટો મારફત ચૂકવણું સ્વીકારાય તો તે કોઇપણ દેશના ક્રિપ્ટો એક્સચેન્જમાંથી પોતાની રકમ મેળવી લે છે. પીડિતાના સસરાએ જે વેબસાઈટ પર ન્યૂડ શો કરાવ્યા છે તે વિકૃત માનસિકતા ધરાવનારાઓમાં ખુબ જ લોકપ્રિય છે.
રાજકોટમાં ખૂબ જ ભદ્ર પરિવારના સસરાએ વહુને પોર્ન સાઇટ પર પીરસી હતી આ પોર્ન સાઇટ કઈ રીતે કાર્ય કરે તે પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ પોર્ન સાઇટમાં કરોડોનો વેપાર થઈ રહ્યો છે. વ્યુઅર તેની ઈચ્છા પડે તેટલા ટોકન વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકે છે. બાદમાં આ ટોકન ટીપ તરીકે અલગ અલગ શો કરનારા મોડલને અપાય છે. તે મોડલને જેટલી પણ ટીપ મળી હોય તેની ગણતરી થાય છે અને તેમાંથી 50 ટકા રકમ વેબસાઈટ પોતે રાખે છે અને બાકીની 50 ટકા રકમ મોડલના એકાઉન્ટમાં અપાય છે. મોડલને ચૂકવણું ડોલર અથવા તો ક્રિપ્ટોકરન્સી મારફત થાય છે.
મલ્ટી મીડિયા એલએલસી નામની કંપની બે પોર્ન સાઈટથી ભારતમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે છતાં તંત્રને ખબર નથી. વિગતો મુજબ ઓછામાં ઓછી એક ટીપના 10 રૂપિયાથી શરૂ થાય છે. આ સાથે ‘લાઈવ શો’ કરનાર મોડલને 4000 રૂપિયાથી વધુ ટીપ મળે તો જ વેબસાઈટ તેને મહેનતાણું આપે છે. જે ભારતમાં ગેરકાયદે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Business News In Gujarati