• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

ઘરની આ દિશામાં લગાવો હનુમાનદાદાની તસવીર, વાસ્તુ દોષો દૂર થઈને મળશે લાભ...

12:48 PM June 14, 2022 Admin Share on WhatsApp



હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે. ઘરની અલગ-અલગ દિશામાં હનુમાનદાદાના અલગ-અલગ રૂપના ચિત્રો લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ત્યારે આવો જાણીએ ઘરની કઈ દિશામાં હનુમાનદાદાના કયા સ્વરૂપનું ચિત્ર લગાવવું જોઈએ.

હનુમાનદાદાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસ કેળવાય છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનનો વાર ગણાય છે. આ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને ભગવાન હનુમાનની પૂજા કરે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે કરવામાં આવતી પ્રાર્થના હનુમાનદાદાને પ્રસન્ન કરે છે. અને હનુમાનદાદા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનદાદાના અનેક સ્વરૂપો છે અને ઘરની અલગ-અલગ દિશામાં તેમના સ્વરૂપના અલગ-અલગ ચિત્રો લગાવવાથી ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકાય છે.

પંચમુખી હનુમાન
ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનની તસવીર લગાવી જોઈએ.. એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનની તસવીર પ્રવેશ દ્વાર પર રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આર્થિક સમસ્યા સહિત જીવનની તમામ સમસ્યાઓનુ થાય છે નિવારણ...

હનુમાનદાદાની તસવીર દક્ષિણ દિશામાં લગાવો
ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનદાદાનો પ્રભાવ દક્ષિણમાં સૌથી વધુ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

ભગવાન રામના ચરણોમાં બેસેલા હનુમાનદાદાની તસવીર
હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત હતા. તે હંમેશા ભગવાન રામના ચરણોમાં બેસીને સેવા કરતા હતા. એવું માનવામાં આવે છે કે જો આ તસવીર ઘરના લિવિંગ રૂમમાં લગાવવામાં આવે તો પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવ બની રહે છે.

સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર 
લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની પર્વત ઉપાડીને લાવ્યા હતા. આ દ્રશ્ય શોર્ય અને આત્મવિશ્વાસથી ભરપુર છે.. જે ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ હોય તેવા ઘરોમાં સંજીવની પર્વતને ઉપાડતા હનુમાનજીની તસવીર લગાવવાની સલાહ આપવામાં આવે છે.

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની રીત
મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનદાદાને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. ફૂલ, પ્રસાદ અને દીવા પ્રગટાવો. હનુમાન ચાલીસા વાંચો. હનુમાનજીની આરતી કરો. પૂજા કરતી વખતે સફેદ કે કાળા કપડા ન પહેરવા. અને આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો...

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us