• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • આ 5 ક્રિકેટર્સ જેમણે પોતાની પિતરાઈ બહેન સાથે જ કરી લીધા લગ્ન, નંબર 3 છે ભારતીય બેટ્સમેન…

આ 5 ક્રિકેટર્સ જેમણે પોતાની પિતરાઈ બહેન સાથે જ કરી લીધા લગ્ન, નંબર 3 છે ભારતીય બેટ્સમેન…

12:39 PM June 14, 2022 Admin Share on WhatsApp



Cricketers Married Cousin Sisters - પ્રશંસકો ખેલાડીઓના અંગત જીવનમાં ખૂબ રસ રાખે છે. તેઓ તેમના પ્રેમ સંબંધ અને લગ્ન વિશે જાણવા માટે આતુર હોય છે, અમે તમને પોતાની પિતરાઇ બહેન સાથે લગ્ન કરનાર કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ

ક્રિકેટરો (Cricketers)ની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. સોશિયલ મીડિયાના જમાનામાં ચાહકો માટે પોતાના ગમતા ક્રિકેટરને ટ્રેક કરવાનું આસાન બની ગયું છે. ખાસ કરીને ચાહકો (Cricket fans) ખેલાડીઓના અંગત જીવનમાં ખૂબ રસ રાખે છે. તેઓ તેમના પ્રેમ સંબંધ અને લગ્ન વિશે જાણવા માટે આતુર હોય છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team)નો કેપ્ટન બાબર આઝમ તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાનો હોવાની વાત સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ છે. બંને પરિવારોએ આ દંપતીના લગ્ન માટે સંમતિ આપી છે. બાબર આઝમે પોતાની પિતરાઈ બહેન સાથે સગાઈ કરી લીધી છે અને હવે લગ્ન થવા જઈ રહ્યા છે. અગાઉ પણ કેટલાક ક્રિકેટર તેની પિતરાઇ બહેન સાથે લગ્ન (Cricketers Married Cousin Sisters)કરી ચૂક્યા છે. આજે અમે તમને પોતાની બહેન સાથે લગ્ન કરનાર કેટલાક ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદીએ પોતાના મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. શાહિદ આફ્રિદીએ 20 વર્ષની ઉંમરે પોતાના મામાની દીકરી નાદિયા સાથે લગ્ન કરી લીધા હતા. શાહિદ અને નાદિયાને અક્સા, અંશા, અજવા, અસ્મારા અને અરવા નામની 5 દીકરીઓ છે.

મુસ્તફિઝુર રહેમાન : બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને તેની પિતરાઈ બહેન સામિયા પરવીન શિમુ સાથે 2019માં લગ્ન કર્યા હતા. મુસ્તફિઝુર રહેમાનની પત્ની તે સમયે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી હતી.

વિરેન્દ્ર સહેવાગઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતે 2004માં લગ્ન કર્યા હતા. આરતી સેહવાગની દૂરની કઝિન છે. આરતીની મોટી બહેને એક વખત ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારી ફોઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેના પિતરાઇ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન બાદ સેહવાગ અને અમારા ફોઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ સ્થપાયો હતો.

સઈદ અનવર : પાકિસ્તાનના લેજન્ડરી ખેલાડી સઈદ અનવરના લગ્ન તેની પિતરાઈ બહેન લુબના સાથે થયા હતા. સઈદ અનવરની પત્ની લુબના વ્યવસાયે ડોક્ટર છે. સઈદ અનવર પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ હતો પરંતુ 2001માં દીકરીના અકાળે થયેલા મોતથી તે ખરાબ રીતે ભાંગી પડ્યો હતો.

મોસદ્દેક હુસેન : બાંગ્લાદેશના ક્રિકેટર મોસદ્દેક હુસેને તેની પિતરાઈ બહેન શરમીન સમીરા સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. મોસદ્દેક હુસેને શરૂઆતના દિવસોમાં જ ખૂબ ખ્યાતિ મેળવી હતી. જોકે મોસદ્દેક હુસેનના લગ્ન બાદ મુશ્કેલીઓ વધી હતી. તેના પર દહેજ માટે પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us