
મણિપુર (Manipur Violence)માં મે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. મણિપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં અનેક હિંસક ઘટનાઓ બની છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. મળતકો કવાક્તા વિસ્તારના મેઇતેઈ (Meitei communities) સમુદાયના હોવાનું કહેવાય છે. બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મેઇતેઈ સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા છે, જ્યારે કુકી સમુદાય(Kuki communities)ના કેટલાય ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મેઇતેઈ વિસ્તારમાં આવ્યા અને તેમના પર ગોળીબાર કર્યો.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! 1 વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…
આ પણ વાંચો : અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી...
આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...
મણિપુરમાં ફરી હિંસા ભડકતાં મણિપુર રાઇફલ્સનો એક જવાન માર્યો ગયો હતો, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો લૂંટાયો હતો ટોળાએ બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગાલવાઈ ખાતેના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો. ટોળાએ કથિત રીતે ૨૩૫ એસોલ્ટ રાઇફલ્સ, ૨૧ સબ-મશીન ગન અને ૧૬ પિસ્તોલ, ૯,૦૦૦ રાઉન્ડ ગોળીઓ અને ૧૨૪ હેન્ડ-ગ્રેનેડ સહિત હથિયારો અને દારૂગોળો લૂંટી લીધો હતો.
તે જ સમયે, અન્ય બે લોકોને પણ ગોળી વાગી હતી. ૦૩ ઓગસ્ટના રોજ, કુકી જૂથ, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ હિંસાનો ભોગ બનેલા ૩૫ લોકોના મળતદેહોને સામૂહિક દફન કરવાની જાહેરાત કર્યા પછી આ વિસ્તારમાં તણાવ વધી ગયો. ૩ ઓગસ્ટના રોજ અન્ય એક ઘટનામાં, સેંકડો લોકો બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાઓ વચ્ચેની સરહદ પર ફોગાકચાઓ યુનિટ ખાતે એકઠા થયા હતા. જે બાદ સેના અને પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં મણિપુરમાં અલગ-અલગ ઘટનાઓમાં ૩૪૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. મણિપુરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની વધતી ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. ૩ મે ૨૦૨૩ થી મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસાને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ લોકોના મોત થયા છે. તે જ સમયે, એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ૫૦ હજારથી વધુ લોકોને કેમ્પમાં રહેવા અને રાજ્ય છોડવાની ફરજ પડી છે. મહિનાઓથી શાળા-કોલેજો બંધ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India National News